Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > મનુષ્યના હાવભાવની નકલ કરી શકે છે આ રોબો, તમે કોઈને સ્માઇલ આપો એ પહેલાં જ ‘ઇમો’ હસવા માંડે છે

મનુષ્યના હાવભાવની નકલ કરી શકે છે આ રોબો, તમે કોઈને સ્માઇલ આપો એ પહેલાં જ ‘ઇમો’ હસવા માંડે છે

02 May, 2024 10:10 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટૂંક સમયમાં તે ચૅટGPT જેવી સિસ્ટમથી બોલવા માંડે એવી સંભાવના છે.

પ્રતીકાત્મક તસવીર

અજબ ગજબ

પ્રતીકાત્મક તસવીર


મશીનરી રીતે રોબો ભલે ગમે એટલા સજ્જ હોય, પણ મનુષ્ય જેવા હાવભાવ દેખાડે એ વાત ઘણાને અશક્ય લાગે છે. જોકે કોલમ્બિયા યુનિવર્સિટીના સંશોધકોએ રજૂ કરેલો ‘ઇમો’ નામનો હ્યુમનૉઇડ રોબો આ વાતને શક્ય બનાવવા જઈ રહ્યો છે. ઇમોની ખાસિયત એ છે કે તે રિયલ ટાઇમમાં માનવીના ફેશ્યલ એક્સપ્રેશન્સની નકલ કરી શકે છે. ઇમો પોતાનું માથું રોટેટ કરી શકે છે અને સામેવાળી વ્યક્તિ જેવાં જ મિરર-એક્સપ્રેશન્સ આપી શકે છે. રસપ્રદ વાત એ છે કે કોઈ માણસ સામેની વ્યક્તિને પાછી સ્માઇલ આપે એની સરખામણીમાં ઇમો ૮૩૯ મિલી સેકન્ડ પહેલાં સામું સ્મિત કરી શકે છે. બે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) મૉડલ ધરાવતા ઇમોમાં નિષ્ણાતોએ ૨૬ ઍક્ટ્યુએટર (ઉત્તેજક) નાખ્યાં છે જે એને મસલ મૂવમેન્ટ અને ચહેરાના હાવભાવ બતાવવામાં સક્ષમ બનાવે છે. એની અંદર બે હાઈ-રેઝોલ્યુશન કૅમેરા છે જે મનુષ્ય સાથે આઇ-કૉન્ટૅક્ટ કરી શકે છે. ટૂંક સમયમાં તે ચૅટGPT જેવી સિસ્ટમથી બોલવા માંડે એવી સંભાવના છે.


Whatsapp-channel Whatsapp-channel

02 May, 2024 10:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK