Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પતિથી છુપાવીને પત્નીએ ૧૨ લાખ રૂપિયા બચાવ્યા, ૮ વર્ષ પછી જોયું તો ઉંદરડાએ એકેય નોટ સાબૂત રહેવા નહોતી દીધી

પતિથી છુપાવીને પત્નીએ ૧૨ લાખ રૂપિયા બચાવ્યા, ૮ વર્ષ પછી જોયું તો ઉંદરડાએ એકેય નોટ સાબૂત રહેવા નહોતી દીધી

Published : 26 August, 2026 05:30 PM | IST | Gonda
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉત્તર પ્રદેશના ગોંડામાં એક મહિલાએ પતિથી છુપાવીને આઠ વર્ષમાં ૧૨ લાખ રૂપિયા બચાવ્યા હતા. ઘરેણાં ખરીદવાનું સપનું જોઈને પેટીમાં સાચવેલા પૈસા જ્યારે ખોલ્યા ત્યારે મોટાભાગની નોટો ઉંદરોએ કાતરી નાખી હતી.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઉત્તર પ્રદેશના ગોંડામાં એક મહિલાએ ૨૦૧૯ની સાલથી પૈસા બચાવીને એક પેટીમાં રાખવાનું શરૂ કર્યું હતું. સમય જતાં નાની-નાની રકમની બચત એક મોટી રકમમાં તબદીલ થઈ ગઈ. પતિએ આપેલા ઘરખર્ચમાંથી પૈસા બચાવીને પતિની જાણબહાર પત્ની બચત કરી રહી હતી. તેને હતું કે ભવિષ્યમાં તે પોતાની પસંદગીનાં ઘરેણાં ખરીદશે. રૂપિયા સાચવીને પેટીમાં રાખ્યા હોવાથી તેને બીજી કોઈ ચિંતા પણ નહોતી. જોકે ૮ વર્ષ પછી જ્યારે તેણે પેટી ખોલી તો અંદરનું દૃશ્ય જોઈને પગ નીચેથી જમીન સરકી ગઈ. નોટોની થપ્પીઓ સાવ ખરાબ થઈ ચૂકી હતી. મોટા ભાગની નોટો ઉંદરોએ કાતરી નાખી હતી. આ થયા પછી પતિને કહેવું જ પડે એમ હતું એટલે પતિને જાણ કરી. પરિવારે મળીને સાબૂત ચલણી નોટો અલગ કરી, પરંતુ બહુ જ ઓછી રકમ રિકવર થઈ શકી હતી.


Whatsapp-channel Whatsapp-channel

26 August, 2026 05:30 PM IST | Gonda | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK