Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > અમેરિકાના ૬૧ વર્ષના પુરુષે કેવી રીતે ઉંમર ઘટાડીને ૩૮ કરી હશે?

અમેરિકાના ૬૧ વર્ષના પુરુષે કેવી રીતે ઉંમર ઘટાડીને ૩૮ કરી હશે?

20 April, 2024 02:51 PM IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એના માટે તેને વર્ષે ૩૦,૦૦૦ ડૉલર (૨૫ લાખ રૂપિયા)નો ખર્ચ થતો હતો

ડેવ પાસ્કો

અજબગજબ

ડેવ પાસ્કો


‘ક્યુરિયસ કેસ ઑફ બેન્જામિન બટન’ નામની હૉલીવુડની ફિલ્મમાં જેની ઉંમર વધવાને બદલે સતત ઘટી રહી છે એવા નાયકની સ્ટોરી છે, પણ અમેરિકામાં ડેવ પાસ્કો નામના પુરુષે હકીકતમાં પોતાની શારીરિક ઉંમર ૬૧ વર્ષથી ઘટાડીને ૩૮ વર્ષ કરી દીધી હોવાનો દાવો કર્યો છે. ડેવ પોતાને બાયોહૅકર ગણાવે છે. બાયોહૅકર એટલે એવી વ્યક્તિ જે ડાયટ તથા જીવનશૈલીમાં ફેરફાર દ્વારા પોતાના શરીર સાથે જાતભાતના અખતરા કરે છે. ડેવના જણાવ્યા પ્રમાણે તે દરરોજ ૧૫૮ ટાઇપનો પૂરક આહાર (સપ્લિમેન્ટ્સ) લે છે. સાથે જ ખાનપાનને લગતા નિયમોનું ચુસ્તપણે પાલન કરીને તેણે પોતાની ઉંમર રિવર્સ કરી છે. જોકે આ પ્રક્રિયા સસ્તી નહોતી. એના માટે તેને વર્ષે ૩૦,૦૦૦ ડૉલર (૨૫ લાખ રૂપિયા)નો ખર્ચ થતો હતો. ડેવનું કહેવું છે કે તેની હાલની શારીરિક ઉંમર ૩૭.૯૫ વર્ષની છે અને તેની ઉંમરમાં દર કૅલેન્ડર વર્ષમાં ૦.૬૬ વર્ષનો વધારો થાય છે. ડેવ ૯૫ વર્ષની વય સુધી પોતાને એકદમ ફિટ રાખવા માગે છે. તેના કહેવા પ્રમાણે તે દરરોજ સૂર્યોદય પહેલાં જાગી જાય છે અને ૧૫ મિનિટ સુધી ફ્લોર પર બૉડીને સ્ટ્રેચ કરે છે. બ્રશ કર્યા પછી એકાદ કલાક સુધી તે ૮૩ સપ્લિમેન્ટ્સ લે છે. બાદમાં ટૂંકો વૉક લીધા બાદ તે જિમમાં વર્કઆઉટ શરૂ કરે છે. સૉના બાથ લીધા પછી તે ૪૫ મિનિટ સુધી મેડિટેશન કરે છે. બ્રેકફાસ્ટમાં તે વર્કઆઉટ શેક, ગ્રીન બનાના અને ડ્રાયફ્રૂટ્સ લે છે. મોટા ભાગે તે લંચ લેવાનું ટાળે છે અને ડિનર વહેલો કરી લે છે. તેના ડિનરમાં ચિકન, મીટની સાથે લીલાં શાકભાજી પણ સામેલ હોય છે. ડેવ કહે છે કે મારા માટે દરેક સમય અત્યંત મહત્ત્વનો હોય છે, પણ આ બધા વચ્ચે હું સ્વજનો-મિત્રોને મળવાનો સમય પણ કાઢી લઉં છું. 


Whatsapp-channel Whatsapp-channel

20 April, 2024 02:51 PM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK