Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સ્વિટ્ઝરલૅન્ડ ફરીને આવેલા અમેરિકી કપલનું ફોન-બિલ ૧.૨૦ કરોડ રૂપિયા

સ્વિટ્ઝરલૅન્ડ ફરીને આવેલા અમેરિકી કપલનું ફોન-બિલ ૧.૨૦ કરોડ રૂપિયા

20 April, 2024 03:10 PM IST | Florida
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હવે કપલે વકીલની મદદથી ટી-મોબાઇલ સામે કોર્ટ-કાર્યવાહી શરૂ કરી છે

પ્રતીકાત્મક તસવીર

અજબગજબ

પ્રતીકાત્મક તસવીર


અમેરિકાના ફ્લૉરિડામાં રહેતા રેને રેમન્ડ પત્ની લિન્ડા સાથે સ્વિટ્ઝરલૅન્ડના પ્રવાસે ગયા હતા. સ્વિટ્ઝરલૅન્ડ રેનેનું વતન છે એટલે યુરોપમાં વેકેશનની સાથે સ્વિટ્ઝરલૅન્ડમાં બાળપણનાં સંસ્મરણો પણ તાજાં કરવાનો તેમનો આશય હતો. જોકે રજાઓ માણી લીધા બાદ બન્ને ફ્લૉરિડા પાછાં આવ્યાં એ પછી તેમનું ફોનનું બિલ ૧.૪૨ લાખ ડૉલર એટલે કે આશરે ૧.૨૦ કરોડ રૂપિયા આવ્યું હતું. આટલું ઊંચું બિલ આવતાં બન્ને ચોંકી ગયાં હતાં. રેને અને લિન્ડા અગાઉ પણ સ્વિટ્ઝરલૅન્ડના પ્રવાસે ગયાં હતાં, પણ આટલું બધું બિલ ક્યારેય આવ્યું નહોતું. ત્યાર બાદ રેનેએ મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપની ટી-મોબાઇલનો સંપર્ક કરતાં જે જવાબ મળ્યો એ જાણીને રેનેને શૉક લાગ્યો હતો. અમેરિકી કપલે સ્વિટ્ઝરલૅન્ડમાં રજાઓ દરમ્યાન સંખ્યાબંધ ફોટો ક્લિક કર્યા હતા. આ ફોટો તેમણે અમેરિકા તથા અન્ય દેશમાં રહેતા મિત્રો, પરિચિતો સાથે શૅર કર્યા હતા. એ માટે તેમણે આશરે ૯.૫ જીબી ડેટા યુઝ કર્યો હતો. મોબાઇલ-કંપનીએ ઇન્ટરનેટ ડેટા માટે ૧.૨૦ કરોડ રૂપિયાનું બિલ પકડાવી દીધું હતું. હવે રેનેએ વકીલની મદદથી ટી-મોબાઇલ સામે કોર્ટ-કાર્યવાહી શરૂ કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

20 April, 2024 03:10 PM IST | Florida | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK