પિતાના અવસાન બાદ જસપ્રીતની મમ્મી તેને અને ૧૪ વર્ષની બહેનને મૂકીને પંજાબ જતી રહી છે.
લાઇફ મસાલા
વાઇરલ વિડિયોની તસવીર
દિલ્હીના તિલકનગરમાં ૧૦ વર્ષનો એક છોકરો રોલ વેચતો હોય એવો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો. સ્કૂલ જતા જસપ્રીતના માથે નાની ઉંમરમાં જ ઘરની જવાબદારી આવી પડી છે. એક ફૂડ-વ્લૉગરે શૅર કરેલા વિડિયોમાં જસપ્રીતે જણાવ્યું હતું કે મારા પિતાનું TBથી મૃત્યુ થતાં તેમનો સ્ટ્રીટ-સ્ટૉલ હવે હું સંભાળી રહ્યો છું. પિતાના અવસાન બાદ જસપ્રીતની મમ્મી તેને અને ૧૪ વર્ષની બહેનને મૂકીને પંજાબ જતી રહી છે. આ વિડિયો જોયા બાદ ઘણા લોકોએ જસપ્રીતને મદદ કરવાની વાત કરી હતી. ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રએ લખ્યું હતું, ‘જસપ્રીતની હિંમતને સલામ છે, પણ તેના શિક્ષણ પર કોઈ અસર ન થવી જોઈએ. મહિન્દ્ર ફાઉન્ડેશન તેના ભણતરને પ્રોત્સાહન આપવા માટે બનતા પ્રયત્ન કરશે.’