આ દુર્લભ ઘટના ટૉર્નેડોને કારણે થઈ હતી જેણે દરિયામાંથી માછલીઓને જમીન પર ફેંકી હતી અને એ જીવવા માટે વલખાં મારી રહી હતી.
અજબ ગજબ
વાઇરલ વિડિયોની તસવીર
ઈરાનમાં આકાશમાંથી માછલીઓ પડતી હોય એવો વિડિયો વાઇરલ થયો હતો. માછલીનો વરસાદ થતાં લોકો એને પકડીને ઘરે લઈ ગયા હતા. આ દુર્લભ ઘટના ટૉર્નેડોને કારણે થઈ હતી જેણે દરિયામાંથી માછલીઓને જમીન પર ફેંકી હતી અને એ જીવવા માટે વલખાં મારી રહી હતી. લોકોને રસ્તા પર આ રીતે માછલીઓને પડતી જોઈને આશ્ચર્ય સાથે ખુશી પણ થઈ હતી અને તેઓ વિડિયો શૂટ કરવા માંડ્યા હતા. ૨૦૨૨માં ટેક્સસના ટેક્સાકાનામાં પણ આ પ્રકારની ઘટના બની હતી જેની પાછળ તાપમાનમાં ફેરફાર અને ભેજને કારણે બનતા ટૉર્નેડો જવાબદાર છે.