Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ટ્રેનમાં પીરસવામાં આવેલા ભોજનમાંથી ધાતુનું સ્ક્રબર મળ્યું, વીડિયો વાયરલ

ટ્રેનમાં પીરસવામાં આવેલા ભોજનમાંથી ધાતુનું સ્ક્રબર મળ્યું, વીડિયો વાયરલ

Published : 11 November, 2026 07:13 PM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ધાતુની વસ્તુ મળી આવતા જ મુસાફરે તરત જ તેનો વીડિયો બનાવી લીધો અને પૅન્ટ્રી કારના સ્ટાફને જાણ કરી. આરોપ છે કે સ્ટાફે આ ઘટનાને હળવાશમાં લેવાનો અને ત્યાં જ મામલો બંધ પાડવાનો પ્રયાસ કર્યો હતો. સ્ટાફના સભ્યોએ કહ્યું, "સાહેબ, આ ભોજન બાજુ પર મૂકી દો.

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી હતી

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી હતી


ટ્રેનમાં મુસાફરોને પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે ફરિયાદો મળવી કોઈ નવી વાત નથી. અગાઉ પણ ભોજનમાં જીવડાં નીકળવા કે વાસી ખોરાક પીરસવા જેવા બનાવો બન્યા છે. હવે, એક એવો જ કિસ્સો સામે આવ્યો છ. 3AC કોચમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરને તેમના ભોજનમાંથી વાસણ સાફ કરવા માટે વપરાતી ધાતુની જાળી (સ્ક્રબનો ટુકડો) મળી આવી છે. આ ઘટનાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે રેલવે અને `ઇન્ડિયન રેલવે કૅટરિંગ એન્ડ ટુરિઝમ કૉર્પોરેશન` (IRCTC) દ્વારા પૂરી પાડવામાં આવતી કૅટરિંગ સેવાઓ પર ગંભીર સવાલો ઉભા થયા છે. અહેવાલો અનુસાર, એક મુસાફરે ટ્રેનના પૅન્ટ્રી કારમાંથી ૧૫૦ રૂપિયામાં ભોજન થાળી ખરીદી હતી. પોતાની સીટ પર બેસીને જમતી વખતે, તેમને દાળના વાટકામાં ધાતુની જાળીનો એક ટુકડો જોવા મળ્યો. મુસાફર આ જોઈને સ્તબ્ધ થઈ ગયા, ખાસ કરીને કારણ કે તેઓ ભોજનનો અડધાથી વધુ ભાગ ખાઈ ચૂક્યા હતા.

પૅન્ટ્રી સ્ટાફે બીજું ભોજન આપવાની ઑફર કરી



ધાતુની વસ્તુ મળી આવતા જ મુસાફરે તરત જ તેનો વીડિયો બનાવી લીધો અને પૅન્ટ્રી કારના સ્ટાફને જાણ કરી. આરોપ છે કે સ્ટાફે આ ઘટનાને હળવાશમાં લેવાનો અને ત્યાં જ મામલો બંધ પાડવાનો પ્રયાસ કર્યો હતો. સ્ટાફના સભ્યોએ કહ્યું, "સાહેબ, આ ભોજન બાજુ પર મૂકી દો; અમે તમારા માટે બીજું તાજું ભોજન લઈ આવીએ છીએ." જોકે, મુસાફરે આ ઓફર ઠુકરાવી દીધી અને સ્પષ્ટપણે જણાવ્યું કે તેઓ રેલવે વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવવા માગે છે.


સોશિયલ મીડિયા પર IRCTCની કૅટરિંગ સેવાઓની ટીકા

https://www.gujaratimidday.com/news/national-news/article/west-bengal-grp-finds-280-bundles-of-rs-500-notes-in-passenger-s-bags-at-kharagpur-station-282641


આ વીડિયો વાયરલ થયા બાદ, સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ રેલવે પ્રશાસન અને IRCTCની કૅટરિંગ સેવાઓની આકરી ટીકા કરી છે. યુઝર્સે ભોજનની ગુણવત્તા અને પૅન્ટ્રી કારમાં જળવાતી સ્વચ્છતાના ધોરણો અંગે ચિંતા વ્યક્ત કરી છે. એક યુઝરે કટાક્ષમાં લખ્યું, "૧૫૦ રૂપિયાની દાળ-ચાવલની થાળી સાથે તમને વધારામાં લોખંડ પણ મફતમાં મળે છે! રેલવેએ તો બેદરકારીની હદ વટાવી દીધી છે." અન્ય એક યુઝરે લખ્યું, "જો આ ભૂલથી પણ કોઈ મુસાફરના પેટમાં જતું રહ્યું હોત, તો તે જીવલેણ સાબિત થઈ શક્યું હોત. આવી પૅન્ટ્રી કારનું લાયસન્સ તાત્કાલિક રદ કરી દેવું જોઈએ."

રેલવે દ્વારા કડક તપાસની માગ

સોશિયલ મીડિયાના ઘણા યુઝર્સે રેલવે મંત્રાલયને ટૅગ કરીને પૅન્ટ્રી કારમાં સ્વચ્છતાના ધોરણોની સઘન તપાસ કરવાની માગ કરી છે. લોકોનું કહેવું છે કે મુસાફરોને પીરસવામાં આવતા ખોરાકની ગુણવત્તા અને તેને તૈયાર કરતી વખતે રાખવામાં આવતી સ્વચ્છતા પર વધુ ધ્યાન આપવું જોઈએ. આ ઘટનાએ ટ્રેનોમાં આપવામાં આવતા ખોરાકની ગુણવત્તા અને પૅન્ટ્રી કાર પરના દેખરેખ અંગે ફરી એકવાર પ્રશ્નો ઉભા કર્યા છે. જોકે, વાયરલ થયેલા વીડિયોના આધારે આ ઘટનાની કોઈ સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી, તેમ જ સંબંધિત પૅન્ટ્રી કાર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી હોય તેવી માહિતી પણ સામે આવી નથી.

Whatsapp-channel Whatsapp-channel

11 November, 2026 07:13 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK