થાઇલૅન્ડમાં એક મહિલાએ પોતાના પતિને ભાડે આપવાની ઑફર કરી હતી.
પ્રતીકાત્મક તસવીર
થાઇલૅન્ડમાં એક મહિલાએ પોતાના પતિને ભાડે આપવાની ઑફર કરી હતી. જોકે તેને કાનૂની માન્યતા મળી નહોતી. વાત એમ છે કે ખુન ક્વાંગ નામની એક મહિલાનો પતિ બીજી મહિલા સાથે રિલેશનશિપમાં હતો. પત્નીને શંકા હતી, પણ કોઈ પુરાવા નહોતા એટલે તે ચૂપ હતી. આખરે તેણે પતિની જાસૂસી કરાવવાનું નક્કી કર્યું અને તેનો શક સાચો ઠર્યો. એ પછી પત્નીએ પતિને છૂટાછેડા આપવાને બદલે રેન્ટલ ઍગ્રીમેન્ટ કરવાનો પ્રસ્તાવ આપ્યો. પત્નીએ પતિની પ્રેમિકાને કહ્યું કે જો તારે મારા પતિ સાથે રહેવું હોય તો તું રહી શકે છે, પરંતુ એ માટે તારે દર મહિને ૮૫,૦૦૦ રૂપિયાનું ભાડું ચૂકવવું પડશે. નવાઈની વાત એ હતી કે પતિની પ્રેમિકા એ વાત માની પણ ગઈ. જોકે થાઇલૅન્ડમાં એવો કોઈ કાનૂની દસ્તાવેજ માન્ય નથી. આવાં ઍગ્રીમેન્ટને સિંગલ મૅરેજ લૉની વિરુદ્ધનાં માનવામાં આવે છે. એને કારણે આ મામલો અત્યારે કોર્ટમાં છે. કરમની કેવી કઠણાઈ છે કે પત્ની પતિને ભાડે આપવા માગે છે, પણ છોડવા નથી માગતી. બીજી તરફ પ્રેમિકા બીજી સ્ત્રીનું ઘર તોડીને ભાડેથી પ્રેમીને મેળવવા તૈયાર છે.
