Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ન્યુ યૉર્કના ટાઇમ્સ સ્ક્વેરમાં ૯ દેશોની મહિલાઓએ કર્યું ‘સાડી વૉકથૉન’

ન્યુ યૉર્કના ટાઇમ્સ સ્ક્વેરમાં ૯ દેશોની મહિલાઓએ કર્યું ‘સાડી વૉકથૉન’

06 May, 2024 09:54 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતીય સમુદાયની ૫૦૦થી વધુ મહિલાઓ તેમ જ બંગલાદેશ, નેપાલ, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા, યુનાઇટેડ આરબ એમિરેટ્સ, યુગાન્ડા, ટ્રિનિડૅડ, ગયાના જેવા દેશોની મહિલાઓએ ‘સાડી ગોઝ ગ્લોબલ’ ઇવેન્ટમાં ભાગ લીધો હતો.

પ્રતીકાત્મક તસવીર

લાઇફ મસાલા

પ્રતીકાત્મક તસવીર


ન્યુ યૉર્કનું આઇકૉનિક ટાઇમ્સ સ્ક્વેર ચોથી મેએ રંગબેરંગી સાડીમાં સજ્જ મહિલાઓથી શોભી ઊઠ્યું હતું. ભારતીય સમુદાયની ૫૦૦થી વધુ મહિલાઓ તેમ જ બંગલાદેશ, નેપાલ, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા, યુનાઇટેડ આરબ એમિરેટ્સ, યુગાન્ડા, ટ્રિનિડૅડ, ગયાના જેવા દેશોની મહિલાઓએ ‘સાડી ગોઝ ગ્લોબલ’ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. ઇવેન્ટના મુખ્ય આયોજક ‘બ્રિટિશ વિમેન ઇન સારીઝ’નું કહેવું છે કે ‘ભારતીય સાડીને ભલે આજે વૈશ્વિક સ્તરે ઓળખ મળી છે, પણ એનો ઉદ્યોગ મૃતપ્રાય થઈ રહ્યો છે. અમે વૈશ્વિક કાર્યક્રમો દ્વારા ભારતના હૅન્ડલૂમ વણકરોના સપોર્ટ માટે સાડી વિશે જાગૃતિ ફેલાવીએ છીએ.’ ‘સાડી ગોઝ ગ્લોબલ’ ઇવેન્ટમાં મહિલાઓએ સંગીત, નૃત્ય અને સાડી વૉકથૉન દ્વારા જુદી-જુદી સ્ટાઇલ, ફૅબ્રિક અને ડિઝાઇનવાળી સાડીઓનું પ્રદર્શન કર્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

06 May, 2024 09:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK