તાજેતરમાં શ્રીલંકાના કોલંબોમાં એક અદભુત જેમસ્ટોન મળી આવ્યો છે.
પ્યૉર નીલમ
તાજેતરમાં શ્રીલંકાના કોલંબોમાં એક અદભુત જેમસ્ટોન મળી આવ્યો છે. કુદરતી રીતે આટલી મોટી સાઇઝનો પ્યૉર નીલમ અત્યંત દુર્લભ છે. કોલંબોમાં જે પર્પલ સ્ટાર નીલમ મળી આવ્યો છે એ ૩૫૩૬ કૅરૅટનો છે. જેમોલૉજિકલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ અમેરિકા (GIA) દ્વારા પ્રમાણિત આ નીલમને જેમોલૉજિકલ લૅબોરેટરીએ પણ સ્વતંત્ર રીતે ડૉક્યુમેન્ટ કર્યો છે. આ નીલમ જેમસ્ટોન શ્રીલંકામાંથી મળી આવેલાં અલભ્ય રત્નોમાંનો એેક છે. એે છ કિરણોવાળા તારાથી અલગ છે. નિષ્ણાતોનું કહેવું છે કે એેનો ગોળ કટ, રંગોની સ્પષ્ટતા એેને સૌથી મોટો પ્યૉર સ્ટાર બનાવે છે.


