દગડુ સકપાળ એકનાથ શિંદેની શિવસેનામાં જોડાઈ ગયા
શિવસેનાના વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા દગડુ સકપાળ ગઈ કાલે એકનાથ શિંદેની શિવસેનામાં જોડાઈ ગયા હતા.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણીને માત્ર ૪ દિવસ બચ્યા છે ત્યારે બાળ ઠાકરેના સમયથી શિવસેનામાં જોડાયેલા જૂના જોગી, છેલ્લા પાંચ દાયકાથી લાલબાગ, પરેલ અને શિવરીના મરાઠી મતદારોમાં સ્ટ્રૉન્ગ હોલ્ડ ધરાવતા અને ઘણી વાર શિવસેનાના વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા દગડુ સકપાળ ગઈ કાલે એકનાથ શિંદેની શિવસેનામાં જોડાઈ ગયા હતા.
તેમના આ પક્ષપલટાને કારણે શિવસેના (UBT)ને ઇલેક્શનમાં તકલીફ પડી શકે છે એવું રાજકીય નિરીક્ષકોનું કહેવું છે. એકનાથ શિંદે ગયા અઠવાડિયે દગડુ સકપાળને મળ્યા હતા અને ત્યારથી જ દગડુ સકપાળ પક્ષપલટો કરી શકે છે એવી ચર્ચાએ જોર પકડ્યું હતું.
ADVERTISEMENT
\થોડા વખત પહેલાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વરલીના સંતોષ ધુરીએ પક્ષ સાથેનો છેડો ફાડીને એકનાથ શિંદેની શિવસેનામાં એન્ટ્રી લીધી હતી.


