આ લિસ્ટમાં જમ્મુ ઍન્ડ કાશ્મીરનો ૨૯ વર્ષનો ડાબોડી સ્પિનર આબિદ મુશ્તાક, કર્ણાટકનો ૨૯ વર્ષનો ઑફ-સ્પિનર કે. એલ. શ્રીજીત અને મધ્ય પ્રદેશનો ૨૬ વર્ષનો સ્પિનર ઋષભ ચૌહાણ પણ શંકાસ્પદ બોલિંગ-ઍક્શનની તપાસ હેઠળ છે એવી ઔપચારિક માહિતી દરેક ટીમને આપવામાં આવી છે.
દીપક હૂડા
IPL 2026ના મિની ઑક્શન પહેલાં BCCIએ તમામ ફ્રૅન્ચાઇઝીને શંકાસ્પદ બોલિંગ-ઍક્શન ધરાવતા પ્લેયર્સ વિશે માહિતી આપી છે. છેલ્લા એક દાયકામાં પાંચ ટીમ માટે ૧૨૫ IPL મૅચ રમનાર ઑલરાઉન્ડર દીપક હૂડાની ઑફ-સ્પિન બોલિંગ પણ તપાસ હેઠળ રહે છે. ૭૫ લાખ રૂપિયાની બેઝ-પ્રાઇઝ ધરાવતો ૩૦ વર્ષનો દીપક હૂડા આ લિસ્ટમાં સામેલ હોવાથી તેને ઑક્શનમાં અસર થઈ શકે છે.
આ લિસ્ટમાં જમ્મુ ઍન્ડ કાશ્મીરનો ૨૯ વર્ષનો ડાબોડી સ્પિનર આબિદ મુશ્તાક, કર્ણાટકનો ૨૯ વર્ષનો ઑફ-સ્પિનર કે. એલ. શ્રીજીત અને મધ્ય પ્રદેશનો ૨૬ વર્ષનો સ્પિનર ઋષભ ચૌહાણ પણ શંકાસ્પદ બોલિંગ-ઍક્શનની તપાસ હેઠળ છે એવી ઔપચારિક માહિતી દરેક ટીમને આપવામાં આવી છે. એનાથી ટીમને મિની ઑક્શનમાં પોતાની રણનીતિ બનાવવામાં સ્પષ્ટતા મળશે.


