Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ ઓપનર શિખર ધવન

શિખર ધવને T20 ટુર્નામેન્ટને કાનૂની કાર્યવાહીની ધમકી આપી

શિખર ધવને વર્લ્ડ T20 કૉન્ટિનેન્ટ કપના આયોજકો સામે પરવાનગી વગર પોતાનું નામ વાપરવા બદલ કાનૂની કાર્યવાહી કરવાની ધમકી આપી છે. હૉન્ગકૉન્ગમાં આયોજિત આ ટુર્નામેન્ટમાં તેને પાકિસ્તાની ક્રિકેટરો સાથે એશિયા વૉરિયર્સમાં સૂચિબદ્ધ કરવામાં આવ્યો હતો.

17 October, 2026 07:22 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મૅચ-ફિક્સિંગ બદલ સર્બિયન ટેનિસ-ખેલાડી

મૅચ-ફિક્સિંગ બદલ સર્બિયન ટેનિસ-ખેલાડી પર ૨૪ વર્ષનો પ્રતિબંધ, ₹૬૬.૪ લાખનો દંડ

સર્બિયન ટેનિસ ખેલાડી સ્ટેફન મિલિસેવિચ પર ૨૦૨૨થી ૨૦૨૪ દરમ્યાન અનેક મૅચોમાં ફિક્સિંગ કરવાનો આરોપ લાગ્યો છે, જેના માટે તેને ૨૪ વર્ષનો પ્રતિબંધ (૨૦૫૦ સુધી) ફટકારવામાં આવ્યો છે અને ૭૦,૦૦૦ ડૉલર (૬૬.૪ લાખ રૂપિયા)નો દંડ કરવામાં આવ્યો છે.

17 October, 2026 07:14 IST | Serbian | Gujarati Mid-day Correspondent
 અબુ ધાબીમાં ત્રિકોણીય વન-ડે સિરીઝ રમાશે.

અફઘાનિસ્તાન, બંગલાદેશ અને ઝિમ્બાબ્વે વચ્ચે આજથી ત્રિકોણીય વન-ડે સિરીઝ શરૂ થશે

યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)ના અબુ ધાબીમાં આજથી ૨૩ ઑક્ટોબર દરમ્યાન ત્રિકોણીય વન-ડે સિરીઝ રમાશે. અફઘાનિસ્તાન, બંગલાદેશ, ઝિમ્બાબ્વે વચ્ચેની આ સિરીઝની દરેક મૅચ ભારતીય સમય અનુસાર સાંજે ૫.૩૦ વાગ્યાથી શરૂ થશે. દરેક ટીમ બે હરીફ ટીમો સામે એક-એક મૅચ રમશે.

17 October, 2026 07:11 IST | Abu dhabi | Gujarati Mid-day Correspondent
પૂનમ રાઉતે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી

પાંચ વર્ષ પહેલાં અંતિમ મૅચ રમનાર પૂનમ રાઉતે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધ

પૂનમ રાઉતે ગુરુવારે મોડી રાતે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. જમણા હાથે બૅટિંગ કરતી મુંબઈની પૂનમ રાઉતે ૨૦૦૯માં ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું અને ભારત માટે છેલ્લે ઑક્ટોબર ૨૦૨૧માં રમી હતી.

17 October, 2026 06:17 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શુભમન ગિલ અને શ્રેયસ ઐયર

ન્યુ ઝીલૅન્ડ સામેની વન-ડે અને ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર

વન-ડે સિરીઝમાં શુભમન ગિલ, કે.એલ. રાહુલ, અંશુલ કમ્બોજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના પહેલી ત્રણ મૅચ રમશે. અંતિમ બે વન-ડે માટે ટીમમાં તિલક વર્મા, આકિબ નબી, કુમાર કુશાગ્ર અને યશ ઠાકુર સામેલ થશે.

17 October, 2026 06:16 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
કર્ણાટકના કૅપ્ટન અન્વય દ્રવિડ

રાહુલ દ્રવિડના દીકરા અન્વયે ૨૩ બાઉન્ડરી સાથે કર્ણાટક માટે તોફાની ૧૫૧ રન ફટકાર્યા

કર્ણાટકના કૅપ્ટન અન્વય દ્રવિડે ૧૫૧ રનની ધમાકેદાર ઇનિંગ્સ રમીને પોતાની વધતી જતી પ્રતિષ્ઠા સાબિત કરી છે. વિનુ માંકડ ટ્રોફીમાં ગુજરાત સામેની મૅચમાં રાહુલ દ્રવિડના નાના દીકરા અન્વયે ૨૦ ફોર, ૩ સિક્સના આધારે ૧૦૦ બૉલમાં ૧૫૧ રન કર્યા હતા.

17 October, 2026 04:51 IST | Gujarat | Gujarati Mid-day Correspondent
કોલંબોમાં યોજાશે મિક્સ્ડ જેન્ડર ક્રિકેટ

આવતા મહિને કોલંબોમાં યોજાશે મિક્સ્ડ જેન્ડર ક્રિકેટ ટુર્નામેન્ટ

દરેક ખંડીય ટીમમાં ૪૦ ખેલાડીઓ હશે જેમાં ૨૦ છોકરીઓ અને ૨૦ છોકરાઓનો સમાવેશ થાય છે. દરેક મૅચ એક જ દિવસમાં રમાશે જેમાં રેડ અને વાઇટ બન્ને પ્રકારના ક્રિકેટ બૉલનો ઉપયોગ કરવામાં આવશે. દરેક ટીમ બે વાર બૅટિંગ કરશે.

17 October, 2026 04:49 IST | Colombo | Gujarati Mid-day Correspondent
ભુવનેશ્વર કુમારનો ભારતીય ટીમમાં સમાવેશ

ન્યુઝીલેન્ડ ટૂર પહેલાં નિર્ણાયક T20 મૅચ માટે ભુવનેશ્વર કુમારની ટીમમાં એન્ટ્રી

હૈદરાબાદમાં રમાયેલી ચોથી T20 મૅચ દરમ્યાન શમાર જોસેફના બાઉન્સર સામે બૅટિંગ કરતી વખતે અર્શદીપ સિંહના ડાબા ખભામાં ઇન્જરી થતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

17 October, 2026 03:57 IST | West Indies | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK