ADGએ કહ્યું હતું કે ‘FIR નોંધવામાં આવ્યો છે અને મુખ્ય આયોજકની ધરપકડ કરવામાં આવી છે. તેઓ (આયોજકો) ચાહકોને ટિકિટના પૈસા પરત કરવાનું વચન આપી રહ્યા છે.
આયોજક સતાદ્રુ દત્તા સાથે મેસી.
પશ્ચિમ બંગાળ પોલીસના ઍડિશનલ ડિરેક્ટર જર્નલ (ADG) જાવેદ શમીમે GOAT ઇન્ડિયા ટૂરના મુખ્ય આયોજક સતાદ્રુ દત્તાની ધરપકડની પુષ્ટિ કરી છે. ADGએ કહ્યું હતું કે ‘FIR નોંધવામાં આવ્યો છે અને મુખ્ય આયોજકની ધરપકડ કરવામાં આવી છે. તેઓ (આયોજકો) ચાહકોને ટિકિટના પૈસા પરત કરવાનું વચન આપી રહ્યા છે. અમે જોઈશું કે આ કેવી રીતે થઈ શકે.’ આયોજક સતાદ્રુ દત્તાની કંપની આ પહેલાં બ્રાઝિલના દિવંગત ફુટબૉલ સ્ટાર પેલે અને આર્જેન્ટિનાના દિવંગત સ્ટાર ડિએગો મૅરડોનાને પણ ભારત-ટૂર પર લાવી ચૂકી છે.


