ICCના ચૅરમૅન જય શાહે વાત કરીને સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડીઝના પ્લેયર્સને સુરિક્ષત સ્વદેશ પહોંચાડવાની ખાતરી આપી
ફાઇલ તસવીર
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા લશ્કરી સંઘર્ષને કારણે હવાઈ મુસાફરીમાં વિક્ષેપોને કારણે ICCએ ભારતમાં જ ફસાઈ રહેલા સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડીઝની ટીમોની ઘરવાપસી માટે ચાર્ટર્ડ ફ્લાઇટ્સનું આયોજન કર્યું હતું. જોકે એ પણ છેલ્લી ઘડીએ કૅન્સલ થઈ જતાં ICCએ અલગ-અલગ કમર્શિયલ ફ્લાઇટમાં ખેલાડીઓનું વ્યક્તિગત બુકિંગ કર્યું હતું. ICCના ચૅરમૅન જય શાહે વ્યક્તિગત રીતે આ બાબતે લાગતાવળગતા લોકો સાથે વાત કરીને દરેક ખેલાડીઓને સુરક્ષિત તેમના દેશમાં પહોંચાડવાનો ભરોસો આપ્યો હતો.
વેસ્ટ ઇન્ડીઝના હેડ કોચ ડૅરેન સૅમી સોમવારે રાત્રે સ્વદેશ જવા માટે રવાના થઈ ગયા હતા અને બાકીના ખેલાડીઓ તેમની ફ્લાઇટના બુકિંગ પ્રમાણે રવાના થઈ રહ્યા હતા.
