
નાણામંત્રી નિર્મલા સિતારમણે તાજેતરમાં બજેટની જાહેરાત કરી ત્યારે કોણે ક્યાં અને કેવી રીતે ઈન્વેસ્ટ કરવું તેનું પ્લાનિંગ લોકોએ આગામી નાણાંકીય વર્ષ માટે કરવાનું શરૂ કરી દીધું હશે. અનેક લોકોના મનમાં અનેક પ્રશ્નો પણ ઊભા થયા હશે.
ભાનુશાલી સમાજ માટે સતત કાર્યરત એવા શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટના નેજાહેઠળ કાર્યરત ભાનુશાલી ચેમ્બર ઑફ કૉમર્સે વેલ્થક્રાફ્ટ 2025નું આયોજન કર્યું છે. આ વેલ્થક્રાફ્ટ 2025 એક એવું સેમિનાર છે જે ભાનુશાલીઓને કેપિટલ બજારમાં કેવા પ્રકારનું અને કેટલું તેમજ ક્યાં રોકાણ કરવું અથવા ખરીદ કરવી તે વિશેની સમજ મળે તે માટે ખાસ કરવામાં આવ્યું છે.
ભાનુશાલી ચેમ્બર ઑફ કૉમર્સ (BCOC) દ્વારા 'વેલ્થક્રાફ્ટ 2025'માં પ્રખ્યાત ઉદ્યોગ નિષ્ણાતો અને પોર્ટફોલિયો મેનેજરો પાસેથી CY2025 માટે માર્કેટના ઉભરતા ટ્રેન્ડ્સ , મુખ્ય રોકાણ સ્ટ્રેટેજિસ અને અસ્થિર બજારોમાં પોર્ટફોલિયો વળતરને મહત્તમ બનાવવા વિશે માહિતી આપવામાં આવશે. આ સિવાય જેમને પણ પોતાના વિષય સંબંધિત પ્રશ્નો હોય તેઓ નિષ્ણાતો સાથે સંપર્ક સાધીને પોતાના પ્રશ્નોનો ઉકેલ પણ મેળવી શકે છે.
જો તમે તમારા પોર્ટફોલિયોને ઑપ્ટિમાઇઝ કરવાનું લક્ષ્ય રાખતા હો, સ્ટ્રેટેજિક સ્ટૉક અને બજારની તકો શોધી રહ્યા છો અને બદલાતા બજારના વલણો વિશે અપડેટેડ રહેવા માગો છો, તો આ ઈવેન્ટ તમારા માટે લાભદાયી રહેશે.
ક્યાં કરવામાં આવ્યું છે વેલ્થક્રાફ્ટ 2025નું આયોજન?
ભાનુશાલી બેન્ક્વેટ હૉલ, ત્રીજે માળે, ભાનુશાલી નગર, ઘાટકોપર ઈસ્ટમાં 8 ફેબ્રુઆરી 2025ના રોજ સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી આ સેમિનાર ચાલશે. આ સેમિનારમાં જોડાવા માટે દરેકને છૂટ છે. આ સેમિનારમાં જોડાનાર સભ્યએ 600 ફી તરીકે આપવાના રહેશે જેમાં તમારું બપોરનું ભોજન પણ સામેલ કરવામાં આવે છે. સેમિનારની શરૂઆત પહેલા રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.