ઑલ ઇન્ડિયા બ્રેકડાઉન: આવતી કાલે ગિગ વર્કર્સ રાષ્ટ્રવ્યાપી હડતાળ કરશે
પ્રતીકાત્મક તસવીર
ઓલા, ઉબર અને રૅપિડો ડ્રાઇવરોનાં ગિગ વર્કર યુનિયનોએ ૭ ફેબ્રુઆરીએ ‘ઑલ ઇન્ડિયા બ્રેકડાઉન’ તરીકે રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન કર્યું છે. ઍપ-બેઝ્ડ ટ્રાન્સપોર્ટ કામદારો લગભગ ૬ કલાક માટે ઑફલાઇન રહેવાની તૈયારીમાં છે. મિનિમમ ફેર લાગુ કરવા સહિત ૭ માગણીઓ સ્વીકારાય એ માટે લાંબા સમયથી તેઓ લડત આપી રહ્યા છે.
હડતાળનું નેતૃત્વ કરી રહેલા તેલંગણ ગિગ ઍન્ડ પ્લૅટફૉર્મ વર્કર્સ યુનિયન (TGPWU)એ મોટર વ્હીકલ ઍગ્રિગેટર ગાઇડલાઇન્સ ૨૦૨૫ લાગુ હોવા છતાં રાઇડ-હેઇલિંગ પ્લૅટફૉર્મ્સ પર મનસ્વી રીતે ભાડાં લેવાતાં હોવાનો આરોપ લગાવ્યો છે.
ADVERTISEMENT
યુનિયન મિનિમમ બેઝ-ફેર અને કમર્શિયલ રાઇડ માટે પ્રાઇવેટ વ્હીકલના ઉપયોગ પર પ્રતિબંધની માગણી કરી રહ્યું છે. બુધવારે સોશ્યલ મીડિયા પર જાહેરાત કરતાં યુનિયને કહ્યું હતું કે ‘ભારતભરમાં ઍપ-બેઝ્ડ ટ્રાન્સપોર્ટ કામદારો ૭ ફેબ્રુઆરીએ ઑલ ઇન્ડિયા બ્રેકડાઉનનું પાલન કરશે. કોઈ લઘુતમ ભાડું નહીં, કોઈ નિયમન નહીં. માત્ર શોષણ. સરકારે હમણાં જ કાર્યવાહી કરવી જોઈએ. લાખો ઍપ-બેઝ્ડ ડ્રાઇવરો ગરીબીમાં ધકેલાઈ રહ્યા છે, જ્યારે ઍગ્રિગેટર્સ નફો કરે છે.’


