
વિકેન્ડના આયોજનમાં એક સ્વાદિષ્ટ અનુભવ માટે ભારતના ૬૦+ સમુદાય માટે સમર્પિત જીવનશૈલી પ્લેટફોર્મ, GenS Life દ્વારા શનિવાર, ૧૪ જૂન ૨૦૨૫ ના રોજ પિઝેરિયાના કાંદિવલી આઉટલેટ ખાતે વરિષ્ઠ નાગરિકો માટે એક વિશિષ્ટ પિત્ઝા મેકિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવશે. આ ખાસ અનુભવ સાંજે ૪:૦૦ થી ૬:૦૦ વાગ્યા સુધી યોજાશે, જેમાં ભાગ લેનારને પિત્ઝા ડોવ રોલ કરવાની, તેમના ટૉપિંગ્સ પસંદ કરવાની, બેક કરવાની અને પોતાના હાથથી બનાવેલા પિત્ઝાનો આનંદ માણવાની તક મળશે - આ બધું પ્રોફેશનલ શૅફના એક્સપર્ટ માર્ગદર્શન હેઠળ. માત્ર ૧૨ સીટ માટે મર્યાદિત, આ ઇવેન્ટ ફક્ત ૬૦ અને તેથી વધુ ઉંમરના વ્યક્તિઓ માટે જ ખુલ્લી છે, જે વરિષ્ઠ નાગરિકો માટે આરામદાયક, આકર્ષક વાતાવરણ સુનિશ્ચિત કરે છે.
GenS Life ના સ્થાપક મીનાક્ષી મેનને જણાવ્યું હતું કે, “GenS Life માં, અમે માનીએ છીએ કે નવા અનુભવો શોધવા માટે ઉંમર કોઈ અવરોધ નથી. આ વર્કશોપ ફક્ત પિત્ઝા વિશે નથી - તે આનંદ, કનેક્શન અને કોઈપણ ઉંમરે કંઈક નવું શોધવાની સ્વતંત્રતા વિશે છે.
વર્કશૉપ વિગતો:
? સ્થળ: 14°41° પિઝેરિયા, કાંદિવલી
? તારીખ: શનિવાર, 14 જૂન 2025
⏰ સમય: સાંજે 4 થી સાંજે 6 વાગ્યા સુધી
?️ ટિકિટ કિંમત: બિન-સભ્યો માટે રૂ. 1799 | GenS Life ના સભ્યો માટે રૂ. 1299
? ₹1000 (સ્થળ પર ચૂકવવાપાત્ર બેલેન્સ) સાથે પૂર્વ-નોંધણી જરૂરી છે. સ્થળ પર કોઈ બુકિંગ નહીં થાય.
નોંધણી હવે GenS Life અને 14°41° પિઝેરિયાની સત્તાવાર સોશિયલ મીડિયા જાહેરાતો દ્વારા ખુલ્લી છે. રસ ધરાવતા સહભાગીઓ સાઇન અપ કરવા માટે 'લિંક ઇન બાયો' પર ક્લિક કરી શકે છે.
(ધ્યાન આપો: આ એક Paid વર્કશૉપ છે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમનો તેમાં કોઈ સહભાગ નથી)