Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



કારગિલ વિજય દિવસ નિમિત્તે રવિવારે કાંદીવલીમાં મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીનો એક વિશિષ્ટ કાર્યક્રમ

26 July, 2024 02:55 IST | Mumbai

કારગિલ વિજય દિવસ નિમિત્તે રવિવારે કાંદીવલીમાં મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીનો એક વિશિષ્ટ કાર્યક્રમ

૨૬ જુલાઈ ૧૯૯૯ ભારતીયોના ચિત્તમાં અને હૃદયમાં સચવાયેલી તારીખ છે. કારગિલની પહાડીઓ પર દગાથી કબજો જમાવનાર પાકિસ્તાની ઘૂસણખોરોને પછાડીને ત્યાંના શિખરો પર ભારતીય સેનાએ ફરી કબજો મેળવ્યો હતો.      એ કારગિલ વિજય દિવસને ઉજવવા મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા કેઈએસ ભાષાભવનના સહયોગમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું છે 'કારગિલ યુદ્ધ અને યુદ્ધ સાહિત્ય.'     

નિવૃત્ત લશ્કરી અધિકારી કર્નલ મનીષ કચ્છી ( નિવૃત્ત) કારગિલ યુદ્ધ વિષયક અજાણી માહિતી દ્રશ્ય શ્રાવ્ય રજૂઆત દ્વારા આપશે. કારગિલ યુદ્ધ વખતે લશ્કરના બૅક ઓપરેશનમાં એમણે પોતાની સેવા આપી હતી. તેઓ ઇન્ટેલિજન્સ અને ડિફેન્સ ક્ષેત્રના નિષ્ણાત છે એટલેપ્રશ્નોત્તરી દ્વારા પણ એમની પાસેથી માહિતી મેળવી શકાશે.      

'ચિત્રલેખા' સાપ્તાહિકના તંત્રી હીરેન મહેતા કારગિલ યુદ્ધ વખતે યુદ્ધભૂમિ પર રહી રિપોર્ટિંગ કરનારા એકમાત્ર ગુજરાતી પત્રકાર હતા. એમણે એ સમયે  યુદ્ધ વિશેના ઘણા લેખો લખ્યા હતા. તેઓ પણ પોતાના વક્તવ્યમાં એ સમયને માહોલ શ્રોતાઓ સમક્ષ ખડો કરશે.      ‌

ત્રીજા વક્તા જાણીતા પત્રકાર તથા લેખક એવા પ્રફુલ શાહ છે. પ્રફુલભાઈએ વિવિધ મોરચે શહીદ થનારા આપણા જાંબાઝ જવાનો વિશે અનેક લેખો અને એક પુસ્તક લખ્યાં છે.        

સંજય પંડ્યાના સંચાલનમાં આ કાર્યક્રમ કેઈએસ ઈન્ટરનેશનલ સ્કૂલના ત્રીજા માળના હૉલમાં યોજાયો છે ( લિફ્ટની વ્યવસ્થા છે). ૨૮ જુલાઈ રવિવારે સાંજે પાંચ વાગ્યે એશિયન બેકરીની સામેની ગલીમાં, ઈરાની વાડી, કાંદીવલી પશ્ચિમના સરનામે પહોંચી જજો. આ જાહેર કાર્યક્રમ છે.


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK