મુંબઈની રંગભૂમિ હોય કે સિરિયલ કે હવે ઉમેરાયેલું OTT, મુંબઈના કલાકાર, લેખક, દિગ્દર્શક પોતાની આગવી છાપ છોડી જતાં હોય છે. મુંબઈ દરેક તેજસ્વી કલાકારને પોતાની સ્પેસ આપે છે. ' મસાલા મામી' , ' એક રૂમ રસોડું ' જેવાં નાટકોના લેખક તથા વાર્તાકાર જયેશ મહેતા તથા ૮૨ જેટલા નાટકો તથા ' સો દહાડા સાસુના ' , ' પ્રીત પિયુ ને પન્નાબેન ' જેવી સિરિયલોના અદાકાર તથા ડબિંગ આર્ટિસ્ટ તરીકે ખાસ્સી ઊંચાઈએ પહોંચનાર વરિષ્ઠ કલાકાર રાજુલ દીવાન આ વખતે 'ઝરૂખો 'માં સંજય પંડ્યા સાથે સંવાદ કરશે. શ્રોતાઓ પણ કેટલાક પ્રશ્નો પૂછી શકશે. ૬ એપ્રિલ શનિવારે સાંજે ૭.૨૦ વાગ્યે આ જાહેર કાર્યક્રમનું આયોજન થયું છે અને સરનામું હંમેશ મુજબ એ જ છે .... સાઈબાબા મંદિર બીજે માળે, સાઈબાબા નગર, બોરીવલી પશ્ચિમ. તો પહોંચી જજો આ રસપ્રદ ગોષ્ઠિ સાભળવા 'ઝરૂખો 'માં જ્યાં આ વખતની ગોષ્ઠિનું શિર્ષક છે... મારું સફરનામું, રંગભૂમિનું અને સિરિયલનું!