
પર્યાવરણ સંરક્ષણ આજના સમયનો ખૂબ જ મહત્ત્વપૂર્ણ મુદ્દો છે. ચિત્રકામ આ વિષય પર જનજાગૃતિ માટે એક અસરકારક માધ્યમ બની રહ્યું છે. મહારાષ્ટ્ર કેડરના IAS અધિકારી અને નેશનલ ગૅલૅરી ઑફ આર્ટના ડિરેક્ટર નિધિ ચૌધરીની પેઇન્ટિંગ માત્ર પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવાની સાથે વર્તમાનની વાસ્તવિકતાને પણ અસરકારક રીતે રજૂ કરે છે, એમ વર્લીના ધારાસભ્ય આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતું.
મુંબઈની પ્રખ્યાત જહાંગીર આર્ટ ગૅલૅરીમાં આયોજિત નિધિ ચૌધરીના કલા પ્રદર્શનની મુલાકાત લેતા, ધારાસભ્ય ઠાકરેએ સામાજિક દ્રષ્ટિકોણથી પ્રેરિત તેમના પેઇન્ટિંગની પ્રશંસા કરી. વહીવટી જવાબદારીઓ સાથે પોતાની કલાને વહાલ કરતી નિધિ ચૌધરી પોતાની પેઇન્ટિંગ દ્વારા પર્યાવરણ વિષય પર મહત્ત્વપૂર્ણ સંદેશા આપી રહી છે.
આ પ્રદર્શનમાં 40 પેઇન્ટિંગનો રાખવામાં આવી છે જે પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષારોપણ અને વૈશ્વિક વાર્તાઓ અને લોકવાયકાઓ પર આધારિત દ્રશ્યો રજૂ કરે છે. આ પેઇન્ટિંગ પ્રકૃતિ પ્રત્યે પ્રેમ, સંવેદનશીલતા અને મહાપુરુષોના વિચારોની ઝલક આપે છે. આ કલા નાગરિકો સાથે સીધી વાતચીત કરે છે અને તેમને વિચારવા માટે મજબૂર કરે છે, એમ આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતું.