
અલિકા ચેરિટેબલ ટ્રસ્ટ વિવિધ સાહિત્યિક-સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કાંદિવલી પૂર્વમાં કરે છે. મૂળ સ્વરૂપમાં ગવાતા પારંપરિક ગરબાઓનું ચલણ મર્યાદિત થઈ ગયું છે એવા સમયમાં અલિકા મંચ દ્વારા આપણું આંગણું બ્લૉગ અને કવિશા હૉલિડેના સહયોગમાં `બેઠા ગરબા'નો કાર્યક્રમ તા. ૫ ઑક્ટોબરે સાંજે ૫.૦૦ વાગ્યે યોજાશે.
અર્ચિતા મહેતાના સંચાલનમાં શ્રી નાગર મંડળ અંધેરીની બહેનો શબ્દવૈભવ અને અર્થવૈભવ ધરાવતા ગરબાઓની રજૂઆત કરશે. મધ્યાંતર પછી ડૉ. લકી કસાટ દ્વારા `આસ્થા કા મહાકુંભ' શીર્ષક હેઠળ દૃશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિ કરવામાં આવશે જેમાં તેઓ કુંભમેળાના સ્વાનુભવ સાથે અનેક રસપ્રદ પાસાંઓ આવરી લેશે. ટ્રસ્ટીઓ વિપુલ શાહ અને જયેશ દેસાઈ વતી જાહેર જનતાને કાર્યક્રમમાં આમંત્રણ છે.
નિઃશુલ્ક પ્રવેશ માટે સંપર્કઃ બીના પ્રહરાજ ૯૯૬૭૫ ૩૨૮૦૦, ૯૮૩૩૮ ૬૬૭૯૦. કાર્યક્રમનું સ્થળઃ અલિકા હૉલ, અલિકા નગર, લોખંડવાલા ટાઉનશીપ, કાંદિવલી (પૂર્વ).