અતુલ પંડ્યા, હિતેશ પંડયા, સરોજ ઉપાધ્યાય, વીણા પંડયા
ગુજરાતમાં બાર ગાઉએ બોલી બદલાય એવો શબ્દપ્રયોગ છે! બોલી જ નહિ , બોલવાની લઢણ, જીવનશૈલી તથા જીવન સાથે જોડાયેલી વિવિધ પરંપરામાં પણ બદલાવ જોવા મળે છે. ઉત્તર ગુજરાતમાં લગ્નપ્રસંગે સાંભળવા મળતાં કેટલાંક લગ્નગીતો તથા ફટાણાં હવે ભૂલાતાં જાય છે. આપણી આ ધરોહરનો નવી પેઢીને પરિચય કરાવવા અકાદમીએ કમર કસી છે. મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા શ્રી ઘાટકોપર બ્રાહ્મણ સમાજ અને સ્વર સાધના - Yes, i Can Sing ! ના સહયોગથી ઉત્તર ગુજરાતનાં લગ્નગીતોનો રસથાળ - *કંકુ છાંટી કંકોતરી મોકલો તારીખ ૪ ઑગસ્ટ ૨૦૨૪ રવિવારે સાંજે ૫ વાગે ઘાટકોપર બ્રાહ્મણ સમાજ હોલ , જોષી લેન , ઘાટકોપર પૂર્વના સરનામે યોજવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં વીણા પંડયા, સરોજ ઉપાધ્યાય અને સાથીઓ દ્વારા ઉત્તર ગુજરાતમાં લગ્નપ્રસંગે તળપદી ભાષામાં ગવાતાં લગ્નગીતો રજૂ કરવામા આવશે તેમજ અતુલ પંડ્યા દ્વારા વિશેષ પ્રસ્તુતિમાં ફુલેકા વખતે ગવાતો અરૂડો અને લગ્ન વખતે ગવાતાં મંગલાષ્ટક રજૂ કરાશે.
વાદ્યસંગતમાં કી બોર્ડ પર કાનજીભાઈ ગોઠી અને તબલાં પર તૃપ્તરાજ પંડ્યા રહેશે. કાર્યક્રમનું સંચાલન ડૉ. હિતેશ પંડ્યા દ્વારા કરવામાં આવશે.
અકાદમી વતી આ કાર્યક્રમનું સંકલન કવિ સંજય પંડ્યા દ્વારા કરવામાં આવ્યું છે . સંગીત કલાનાં રસિક શ્રોતાઓને આ આગવા કાર્યક્રમને માણવાનું આમંત્રણ છે .પ્રવેશ નિઃશુલ્ક - વહેલો તે પહેલોના ધોરણે રહેશે. કાર્યક્રમના સમયથી ૨૦ મિનિટ અગાઉ ઉપસ્થિત ૫૦ શ્રોતાઓને લગ્નગીતની પુસ્તિકા છાયા જોષીના સૌજન્યથી નિઃશુલ્ક આપવામાં આવશે .