
પરિચય ટ્રસ્ટ દ્વારા શ્રી મુંબઈ જૈન યુવક સંઘ અને જૈન મહિલા સમાજના સંયુક્ત ઉપક્રમે `આશ્રમ ભજનાવલિ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
જ્હોની શાહ
હિમાંશુ ઠાકર
ગાંધીજયંતીને અનુલક્ષીને સાકાર થનાર આ કાર્યક્રમમાં જ્હોની શાહ અને હિમાંશુ ઠાકર પુસ્તકમાંથી ચૂંટેલાં ભજનોની રજૂઆત કરશે.
મનજિત સિંગ
ફાલ્ગુની વોરા
મનજિત સિંગ સારંગી પર સંગત કરશે. ફાલ્ગુની વોરા ગાંધીજીના જીવનમાંથી તારવેલા વિશેષ પ્રસંગોને આવરી સંચાલન કરશે. ભાઈચંદ એમ. મહેતા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આ કાર્યક્રમ ૨૬ સપ્ટેમ્બરે, સાંજે ૫.૦૦ વાગ્યે જૈન મહિલા સમાજ હૉલ, એચ ક્રોસ રોડ, મરીન લાઈન્સ (પશ્ચિમ) ખાતે યોજાશે. સર્વ રસિકોને જાહેર આમંત્રણ છે.