આત્મનિર્ભર નારી ગ્રુપ દ્વારા આયોજિત પ્રથમ ગ્રાન્ડ ગેટ-ટુગેધરમાં વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત મહિલા ઉદ્યોગસાહસિકો, વ્યવસાયિકો, શિક્ષિકાઓ, હેલ્થ અને વેલનેસ નિષ્ણાતો તેમજ ગૃહિણીઓએ ઉત્સાહભેર ભાગ લેશે. કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓને નેટવર્કિંગ, વ્યવસાયિક વિકાસ, આત્મનિર્ભરતા અને પરસ્પર સહયોગ માટે એક મજબૂત મંચ પૂરું પાડવાનો છે.
કાર્યક્રમમાં ફૂડ, શિક્ષણ, હેલ્થકેર, વેલનેસ, રિયલ એસ્ટેટ, ભરતી અને રોકાણ, ફેશન, ગિફ્ટિંગ, હેન્ડીક્રાફ્ટ, હોમ ડેકોર, ડાન્સ, ફિઝિયોથેરાપી, કેટરિંગ, ઓર્ગેનિક પ્રોડક્ટ્સ, યોગ, આધ્યાત્મિક માર્ગદર્શન અને બ્યુટી સહિત અનેક ક્ષેત્રોની મહિલાઓએ ભાગ લેશે.
કાર્યક્રમ દરમિયાન મહિલાઓ વચ્ચે નેટવર્કિંગ, બિઝનેસ રેફરલ, જ્ઞાનની આપ-લે, સહયોગ અને વિકાસ અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવશે. ઉપસ્થિત મહિલાઓ એકબીજાના વ્યવસાયને જાણવાની, નવા સંપર્કો સ્થાપિત કરવાની અને ભવિષ્યમાં સાથે મળીને વિકાસ કરવાની તક પ્રાપ્ત કરી શકશે.
આત્મનિર્ભર નારી સાથે જોડાયેલી અનેક ગૃહિણીઓ પણ મહિલાઓના સશક્તિકરણ માટે સક્રિય રીતે કાર્ય કરી રહી છે અને ગ્રુપની સફળતામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. આ સહયોગ અને એકતાના કારણે આત્મનિર્ભર નારી આજે મહિલાઓ માટે એક વિશ્વસનીય પરિવાર સમાન મંચ બની ગયું છે.
આત્મનિર્ભર નારીનું આ પ્રથમ ગ્રાન્ડ ગેટ-ટુગેધર મહિલા એકતા, સાહસિકતા, સ્વાવલંબન અને પરસ્પર સહયોગનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે અને ભવિષ્યમાં વધુ મહિલાઓને આત્મનિર્ભર બનવા માટે પ્રેરણા આપશે.
