
મુંબઈમાં 'પ્રાઈમ'નું આયોજન થયું છે. જેમાં 60 વર્ષથી વધુની વયના કલાકારોને દર્શાવતું સમકાલીન નૃત્ય રજૂ કરાશે. અવંતિકા બહલ દ્વારા આ કાર્યક્રમની પરિકલ્પના કરાઈ છે. નૃત્ય નિર્દેશન અને નિર્માણ પણ તેમણે જ કર્યું છે. આ કાર્યક્રમ શનિવાર અને રવિવાર, 20-21 સપ્ટેમ્બર,2025ના રોજ સાંજે 7:00 વાગ્યે IfBe, 10-12 કાલીકટ રોડ, બલાર્ડ એસ્ટેટ, ફોર્ટ, મુંબઇ ખાતે યોજાશે. 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ડિઝાઇન કરવામાં આવેલ લાઈફસ્ટાઈલ એપ્લિકેશન Gen S Life એ અવંતિકા બહલના વિચારો સાથે સુસંગત થાય છે અને માટે જ આ સુંદર પહેલને સપોર્ટ કરવા આઉટરીચ પાર્ટનર તરીકે જોડાયુ છે.
આ પ્રસ્તુતિમાં આઠ વરિષ્ઠ નર્તકો હશે. જે દરેક પોતાની કથા ભજવશે અને દાયકાઓના અનુભવને મંચ પર જીવંત કરશે. રૂપાલી ગુપ્તે અને પ્રસાદ શેટ્ટીના ઇન્સ્ટોલેશન્સ અને શ્રુતિ વિશ્વેશ્વરનની ફિલ્મ દ્વારા ઇમર્સિવ પ્રોડક્શન કરાયું છે. સુદર્શન સીએસઆર ફાઉન્ડેશન અને લક્ષ્મીદેવી નથમલ ગોએન્કા ટ્રસ્ટ દ્વારા સમર્થિત 'પ્રાઈમ' એ ભારતીય સમકાલીન નૃત્યમાં એક સીમાચિહ્નરૂપ બની રહેશે.
આ વિશે અવંતિકા બહલ જણાવે છે કે, 'પ્રાઈમ થકી હું શરીરની એવી શક્યતાઓનું અન્વેષણ કરવા માંગતી હતી જે દાયકાઓથી જીવે છે, ટકી રહી છે અને વ્યક્ત થઈ છે. આ પ્રદર્શન યુવાનોતરફી નથી, પરંતુ મેમરી, મૂવમેન્ટ અને અનુભવ બાબતે છે. તે યાદ અપાવે છે કે વય સાથે કશું મર્યાદિત નથી, વય તો માત્ર અસ્તિત્વની પરિસ્થિતિ છે'
કાર્યક્રમ : પ્રાઈમ
કોરિયોગ્રાફર અને નિર્માતાઃ અવંતિકા બહલ
કાસ્ટઃ ફેરેદૂન ભુજવાલા, ફ્રાન્સિસ કાર્ડોસો, ઝેલમ પરાંજપે, મનુએલા કાર્ડોસો, સરસ્વતી દેવદાસ, સુનીલા અશોક, વેંકટેશ્વરન અકીલેસ્વરન, વેંકટેશ ઐયર.
ક્યારે?: શનિવાર અને રવિવાર, સપ્ટેમ્બર 20-21, 2025
સમય: સાંજે 7:00 વાગ્યે
સ્થળઃ IfBe, 10-12 કાલીકટ રોડ, બલાર્ડ એસ્ટેટ, ફોર્ટ, મુંબઈ
ટિકિટઃ AltShows