
કોસ્મિક હાર્ટ ગેલેરી અને ચિન્હ પબ્લિકેશન્સ દ્વારા ૨૦મી માર્ચથી એકજિબિશન્સનું આયોજન ચાલી રહ્યું છે. ભારતના મહાન આધુનિકતાવાદી કલાકારોમાંના એક વી. એસ. ગાયતોંડેની સાથેની એક યાદગાર સાંજ ઊજવવા તમામ કલા પ્રેમીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.
ચિન્હ પબ્લિકેશન્સનું ભારતીય કલાના શ્રેષ્ઠ આધુનિકતાવાદી કલાકાર વી. એસ. ગાયતોંડે પર ઉત્કૃષ્ટ પ્રકાશન એટલે 'Gaitonde: Between Two Mirrors' આ પુસ્તક પર ચર્ચાસત્રનું આવતીકાલે આયોજન છે.
25મી માર્ચના રોજ સાંજે 6 વાગ્યે નીચેના સ્થળે પુસ્તક વિષે ચર્ચાસત્રનું આયોજન કરવામાં આવ્યું છે.
સ્થળ- કોસ્મિક હાર્ટ ગેલેરી. જી-2એ, કોર્ટ ચેમ્બર્સ, 35-ન્યૂ મરીન લાઇન્સ, મુંબઈ-400.020
ઉપરોક્ત સુંદર, કલાત્મક પેઇન્ટિંગના આર્ટિસ્ટ છે વી. એસ. ગાયતોંડે
આ ચર્ચાસત્રમાં સંપાદક સતીશ નાયક સાથે રસપ્રદ સંવાદનું આયોજન થશે. જેમાં સહયોગી સંપાદક મંજિરી ઠાકુર અને કાર્યકારી સંપાદક વિનીલ ભુર્કે પણ જોડાશે. આ સાથે જ આધ્યાત્મિક કલા ચળવળના સ્થાપક પ્રોફેસર ડૉ. ઉદયરાજ ગડનીસ પણ ઉપસ્થિત રહેશે.
મૉડરેટર તરીકે કોસ્મિક હાર્ટ ગેલેરીનાં સંસ્થાપક જલ્પા એચ વિટ્ઠલાણી હાજર રહેશે. તેઓ કહે છે કે, 'આ જાણીતા પ્રદર્શનનું આયોજન કરતાં મને થાય છે કે આ પ્રકાશમય હસ્તીઓ આપણી કળાત્મક સૃષ્ટિની પાયો છે. જેમ પૃથ્વી ગુરુત્વાકર્ષણ વિના દિશાહીન બની જાય, તેમ કળાજગત પણ તેમની માર્ગદર્શનરૂપ તેજસ્વિતા વિના અધૂરું છે.'
કાર્યક્રમની વિગતો આ રહી.
સાંજે 6:00 કલાકે - મેળાવાડો
સાંજે 6:30- સ્વાગત અને પરિચય
સાંજે 6:40- રસપ્રદ પેનલ ચર્ચા થશે. ત્યારે પુસ્તકમાંથી ચૂંટાયેલા અંશોનું વાંચન પણ કરવામાં આવશે.
સાંજે 7:15 - પ્રેક્ષકો સાથે ખાસ વાતચીત.
આ સાથે જ કોસ્મિક હાર્ટ ગેલેરી ખાતે ચાલી રહેલા શૉ 'ધ ગ્રેટ ઇન્ડિયન મોડર્ન માસ્ટર્સ'માં ભારતીય કલાકારોની કળાનો જાદુ માણવા અવશ્ય પધારશો.