શ્રી જલારામ જયંતિ ઉત્સવ સમિતિ, મલાડ (પૂર્વ)ની રજત જયંતિ પ્રસંગે સાંઈરામ દવે અને સાથી કલાકારો દ્વારા ડાયરો તેમજ હાસ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન શનિવારે તારીખ 25/10/2025ના સાંજે છ કલાકે કરવામાં આવ્યું છે. 25 તારીખથી 29 તારીખ એટલે કે જલારામ જયંતિ સુધી શ્રીરામ ભગવાન, શ્રી જલારામબાપા તથા વીરબાઇમાના મંદિરની ઝાંખીનું આયોજન કરવામાં આવ્યું છે. સ્થળ - રામલીલા મેદાન, ગૌશાળા લેન, હીરા બજાર, મલાડ પૂર્વ


