
આપણા દેશની અન્ય ભાષાઓનું સાહિત્ય અને વિશ્વ સાહિત્ય એક મહાસાગર છે. આ મહાસાગરમાંથી ત્રણ આચમની ભરીને ત્રણ વક્તાઓ , મુંબઈના રસિક શ્રોતાઓ માટે આ રવિવારે સાંજે ૫.૩૦ વાગ્યે લઈને આવી રહ્યાં છે. મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા સાઈલીલા વૅલ્ફેર ટ્રસ્ટના ' ઝરૂખો ' ના સહયોગમાં 'દેશ વિદેશનું સાહિત્ય' એ ટાઈટલ હેઠળ એક રસપ્રદ કાર્યક્રમ ૨૩ માર્ચ રવિવારે સાંજે ૫.૩૦ વાગ્યે બોરીવલીમાં યોજાયો છે.
પ્રતિમા પંડ્યા
મરાઠી ભાષાનાં લેખિકા ઉમા કુલકર્ણીની માલતી કેતકરનાં જીવનસંઘર્ષ પર આધારિત ચરિત્રાત્મક નવલકથા ' કેતકરવહિની' વિશે કવયિત્રી પ્રતિમા પંડ્યા વાત કરશે.
જાહ્નવી પાલ
અગાઉ વિવિધ સામયિકોમાં પત્રકાર રહી ચૂકેલાં જાહ્નવી પાલ 'લાસ્ટ ટ્રેઈન ટુ ઈસ્તંબુલ' જે આઈશે કુલીનનું પુસ્તક છે એના વિશે વાત કરશે.
ડૉ.નેહલ વૈદ્ય
ડૉ.નેહલ વૈદ્ય ઈર્વિંગ સ્ટોનના પુસ્તક 'લસ્ટ ફોર લાઈફ' વિશેની રસપ્રદ વાતો કરશે. છેલ્લી પાંચ સાત મિનિટ શ્રોતાઓ પણ વક્તાઓ સાથે સંવાદ કરી શકશે.
ડૉ.અભય દોશી
દેશ વિદેશના સાહિત્યના અભ્યાસી ડૉ.અભય દોશી આ કાર્યક્રમનું સંચાલન કરશે.
આ કાર્યક્રમની પરિકલ્પના અને સંયોજન સંજય પંડ્યાના છે. સાઈબાબા મંદિર, બીજે માળે,સાઈબાબા નગર,બોરીવલી પશ્ચિમના સરનામે આ જાહેર કાર્યક્રમ યોજાયો છે.આ મસ્ત કાર્યક્રમ માણવા સમયસર પહોંચી જશો.