કાંદિવલી સ્થિત પંચશીલ ગાર્ડન સોસાયટી કે જે 'ગોકુળિયું ગામ' તરીકે પણ જાણીતી છે. અહીં અધિકમાસ નિમિત્તે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. બહેનો દ્વારા'તુલી ચંદના'ની સામૂહિક પૂજા-અર્ચના કરવામાં આવી હતી. આ પવિત્ર અવસરે પરંપરાગત રીતે 'ગોરમા' (ગૌરી વ્રત)નું પૂજન પણ કરવામાં આવ્યું હતું. અધિકમાસના વિશેષ મહિમાને સમજાવવા મીનાબેન ભુતા, મનીષા મુનિ, સ્મિતા જૈન અને સોનલ શેઠિયા દ્વારા દરરોજ નવી પૂજા અને અલગ-અલગ વાર્તાઓ કહેવામાં આવે છે. વ્રત અને કથાના આ સુંદર મહિમાને સાંભળીને ઉપસ્થિત તમામ વૈષ્ણવો અને ભક્તો આનંદ અને ભક્તિના રસમાં તરબોળ થઈ ગયા છે.
