
ગ્લોઈંગ વિંગ્સ ગ્રુપ દ્વારા અમદાવાદમાં રસભર કાર્યક્રમ યોજાયો
તાજેતરમાં જ ગ્લોઈંગ વિંગ્સ - મોર ધેન વર્ડ્ઝ ગ્રુપ દ્વારા કાર્યક્રમનું આયોજન થઈ ગયું. ૨૫ એપ્રિલની સાંજે ઝિંદગી ખુશહાલ હૈ-કનેક્ટિંગ પીપલ સોલફૂલી નામનો આ ઉપક્રમ મહારાજા માણેકચોકવાળામાં યોજાયો. સભ્યો સાથે જાણીતાં ગાયક નમ્રતાબેન શોધન પણ હાજર રહ્યાં. તેમણે ક્વિઝનું ઈનામ લેતાં કહ્યું કે, 'સંગીત સિવાયના આવા કાર્યક્રમમાં ભાગ લઈને ખરેખર, ખૂબ મજા આવી અને બાળપણની યાદો પણ તાજી થઈ ગઈ!'
ચાંદીકલા તરફથી વિજેતાઓને આકર્ષક ઈનામો આપવામાં આવ્યાં. નૃતિ શાહ, નિરાલી મનીષ પટેલ (નિરાળી) તથા વિશાલ પિત્તળીયાએ ભેગા થઈને આ ગ્રુપની રચના કરી છે.
આયોજક કહે છે કે- દરેક ગેમમાં ભાગ લઈને સૌ કોઈ લાગણીશીલ બની ગયાં હતાં. લાગણી અને ભાવનાથી દૂર થતી જતી પ્રજાને અમે ફરી લાગણીશીલ કરવા માટે ભાવનાત્મક પ્રોગ્રામ લાવતાં રહીશું. જ્યાં ફન એક્ટિવિટી, ક્રિએટિવ ગેમ્સ, ક્વિઝ અને ટેસ્ટી ફૂડની મજા તો મળશે જ.