કાવ્યસર્જનમાં દરેક કવિના પોતાના હસ્તાક્ષર હોય છે. ઋજુતા, લાવણ્ય, નાવીન્ય અને લયસિધ્ધિ જેમના ગીતોની વિશિષ્ટતા છે એવા વરિષ્ઠ કવિ પ્રફુલ્લ પંડ્યા બોરીવલીના 'ઝરૂખો' કાર્યક્રમમાં પોતાની કાવ્યરચનાઓની રજૂઆત કરશે .કાવ્યોની રજૂઆતના બે દોર વચ્ચે સર્જનપ્રક્રિયાની કેટલીક વાતો પણ થશે.હાજર શ્રોતાઓ પણ કવિને પ્રશ્નો પૂછી શકશે. જીભ ઉપરનો ધ્વજ, મિજાજ, બંધાતું જંકશન, ઈચ્છાનો અખાત, સ્મરણોત્તર જેવા આઠ કાવ્યસંગ્રહ કવિ પ્રફુલ્લ પંડ્યાએ આપ્યા છે. ' લયનાં ઝાંઝર વાગે ' માં એમની સમગ્ર કવિતા છે.કવિ પ્રફુલ્લ પંડ્યાએ ટૂંકી વાર્તાઓ તથા નવલકથાના અનુસર્જન પ્રકારના અનુવાદ પણ આપ્યા છે. સંજય પંડ્યાના સંચાલનમાં ૮ જૂન શનિવારે સાંજે ૭.૨૦ વાગ્યે સાઈબાબા મંદિર બીજે માળે, સાઈબાબા નગર, બોરીવલી પશ્ચિમના સરનામે આ કાર્યક્રમ યોજાયો છે. સાઈલીલા વેલ્ફેર ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ સર્વને જાહેર નિમંત્રણ આપ્યું છે.