
રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી દ્વારા `સાહિત્ય મંચ' શ્રેણી અંતર્ગત ગુજરાતી કવિતા-પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. પરિચય ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કવિ સંમેલનમાં ઉદયન ઠક્કરની અધ્યક્ષતામાં હિતેન આનંદપરા, રાજેશ હિંગુ, મિતા ગોર મેવાડા, અંકિતા મારુ `જિનલ' અને ધાર્મિક પરમાર કાવ્યપઠન કરશે.
અકાદમી વતી ઓમપ્રકાશ નાગર સ્વાગત કરશે અને પરિચય ટ્રસ્ટ વતી સ્નેહલ મુઝુમદાર આભાર વ્યક્ત કરશે. ૨૭ સપ્ટેમ્બરે સાંજે ૪.30 વાગ્યે પરિચય ટ્રસ્ટ, મહાત્મા ગાંધી મેમોરિયલ બિલ્ડિંગ, ચર્ની રોડ (પશ્ચિમ) ખાતે આ કાર્યક્રમ યોજાશે.