
ભાવનગરની પ્રખ્યાત શિશુવિહાર દ્વારા ગઝલમાં આજીવન વિશિષ્ટ પ્રદાન માટે અપાતો પ્રતિષ્ઠિત કિસ્મત કુરેશી પુરસ્કાર ગુજરાતી ભાષાના અગ્રગણ્ય કવિ જવાહર બક્ષીને તારીખ ૨૦ સપ્ટેમ્બરના રોજ અર્પણ કરાશે. કિસ્મત કુરેશી પરંપરાની ગઝલના શયદા યુગના મોખરાના શાયર તેમજ બરકત વિરાણી બેફામના ગુરુ હતા. આ સાથે સંસ્થાના અન્ય પુરસ્કારોની યાદી આપવામાં આવી છે.