
પાંચમી મેના રોજ મહારાષ્ટ્ર રાજ્ય ઉચ્ચ માધ્યમિક બોર્ડનું ધોરણ 12નું આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ વિભાગનું પરિણામ જાહેર થયું. મુંબઈ વિભાગનું પરિણામ 91% આવ્યું છે. તેમાં મુંબઈની નામાંકિત કોલેજોમાં કાંદિવલી (પશ્ચિમ) સ્થિત કે.ઈ.એસ. સંચાલિત વિઠ્ઠલદાસ સંઘવી જૂનિયર કોલેજનું પરિણામ આગામી વર્ષે પણ 100 ટકા આવ્યું છે. કોમર્સનાં 1405 વિદ્યાર્થીઓ અને આર્ટ્સનાં 170 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવી.
ગત વર્ષે કોમર્સ વિભાગમાં 1366 વિદ્યાર્થીઓ અને આર્ટસમાં 147 વિદ્યાર્થીઓ હતા અને 100 ટકા પરિણામ હતું. આ વર્ષે 100 ટકા પરિણામ લાવનાર રાજ્યની સૌથી વધુ વિદ્યાર્થીઓ સાથે મેળવનાર આ એકમાત્ર સંસ્થા બની છે. આગામી વર્ષે એકાઉન્ટન્સી વિષયમાં 3 વિદ્યાર્થીઓ અને OCM વિષયમાં 1 વિદ્યાર્થી 100માંથી 100 માર્ક્સ મેળવી ઉચ્ચ સ્થાને છે. તે ઉપરાંત અન્ય વિષયો અને ભાષામાં 95થી વધુ માર્ક્સ સાથે સફળતા મેળવી છે.
કોલેજમાં ડીસ્ટિંગસન તથા પ્રથમવર્ગમાં સફળતા મેળવનાર નો આંકડો ઉચો છે. કોલેજમાં શિક્ષણમાં ગુણાંક સાથે આત્મવિશ્વાસ પણ પ્રાપ્ત થાય એ પ્રયત્નો સતત રહ્યા છે. સંસ્થાની ઝળહળતી ફતેહ માટે આચાર્યા ડો. લીલી ભૂષણે શિક્ષકોને અઢળક અભિનંદનથી વધાવ્યા. આચાર્યા ડો લિલી ભૂષણ સતત માર્ગદર્શન આપી પ્રોત્સાહન આપે છે. ઉપાચાર્ય શ્રી રાજીવ મિશ્રા તેમજ સુપરવાઈઝર સિમ્મી ધવનનું માર્ગદર્શન રંગ લાવ્યું. સંસ્થાના સંચાલકોએ પ્રસન્નતાપૂર્વક આ સફળતાને સહર્ષ વધાવી છે. અને સંસ્થાના પ્રમુખ શ્રી મહેશ શાહે સર્વ શિક્ષકોને અભિનંદન આપ્યા અને કહ્યું કે શિક્ષકોની અથાગ અને સ્માર્ટ કામની પદ્ધતિએ સતત સફળતાનો આંક ઉચ્ચ રાખ્યો છે. એકમાત્ર 100% પરિણામની કોલેજ છે. આ સંસ્થાને અભિનંદન