
મહારાષ્ટ્ર શાસન - સાંસ્કૃતિક કાર્ય વિભાગ અને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતી સાહિત્યના સંવર્ધન માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ગયા વર્ષે અકાદમીએ પચાસ વૈવિધ્યસભર કાર્યક્રમોનું આયોજન વિવિધ વિસ્તારોમાં કર્યું હતું. આ વર્ષનો ચોથો કાર્યક્રમ કવિ સંમેલન છે, જે શ્રી ઘાટકોપર બ્રાહ્મણ સમાજ અને પ્રગતિ સોશિયલ ગ્રુપ ઘાટકોપરના સહયોગથી શનિવાર તા. ૧૧ ઑક્ટોબરે રાત્રે ૮.૦૦ વાગ્યે ભૂરીબેન ઑડિટોરિયમ, કામા લૅન, ઘાટકોપર (પશ્ચિમ) ખાતે યોજાશે. કવિ સંમેલનમાં ઉદયન ઠક્કર, હિતેન આનંદપરા, આશા પુરોહિત, સુરેશ ઝવેરી અને રાજેશ હિંગુ ભાગ લેશે. કવિ નર્મદ, સંત કવયિત્રી ગંગાસતી તથા સુરેશ દલાલના કાવ્યો આધારિત નાટ્યાત્મક પ્રસ્તુતિ કલાકાર ચિરાગ વોરા, જ્હોની શાહ અને અર્ચના શાહ કરશે. સંચાલન રાજેશ રાજગોરનું છે. કાર્યક્રમમાં નિઃશુલ્ક પ્રવેશ માટે બિંદુ ત્રિવેદીનો ૯૮૨૧૩ ૪૨૨૭૩ નંબર પર સંપર્ક કરવો.