
કલાગુર્જરી (સ્થાપક સંસ્થા) તથા 'મા' આનંદમયી ફાઉન્ડેશન (ગુજરાત)ના સંયુક્ત ઉપક્રમે 'કવિતાનો કંસાર' કાર્યક્રમ તા.૩૧/૦૫/૨૦૨૫ શનિવારે સંપન્ન થયો. સંસ્થાના પ્રમુખ હેમાંગ જાંગલા મા. મંત્રી પ્રણવ ભગત અને અન્ય સભ્યોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. સર્વ કવિઓનું અનોખી રીતે સ્વાગત કરાયું હતું. કવિયત્રી શિલ્પા શેઠ (શિલ્પ), કવિ સુરેશ ઝવેરી (બેફિકર), ચેતન ફ્રેમવાલા, જયેશ ભટ્ટ, દિલીપ શ્રીમાળી, રાજેશ હિંગુ, ધાર્મિક પરમારે વિવિધ વિષયો ઉપર સુંદર રચનાઓ રજુ કરી શ્રોતાઓ ને રસતરબોળ કરી નાખ્યા હતા. કાર્યક્રમનું રચનાત્મક રીતે સંચાલન તેજસ દવેએ કર્યું હતું. વિવિધ કવિઓની રચનાઓનો તેમણે આ સંદર્ભમાં ઉલ્લેખ કર્યો હતો.
વિનય પાઠક દ્વારા કાર્યક્રમની રૂપરેખા બાંધવામાં આવી હતી. હાજર રહેલા સર્વ સાહિત્ય પ્રેમી શ્રોતાઓએ તાળીઓના ગડગડાટથી સર્વે કવિઓની રચનાને બહોળો પ્રતિસાદ આપ્યો હતો. કાર્યક્રમના અંતે પ્રમુખ હેમાંગ જાંગલાએ સર્વે કવિઓનું સ્મૃતિચિન્હ આપી સન્માન કર્યું હતું. આવા સફળ કાર્યક્રમના આયોજન બદલ તેજસ દવેએ હેમાંગ જાંગલાનો આભાર વ્યક્ત કર્યો હતો.