
ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરીના ઉપક્રમે વર્ષ ૨૦૦૮થી ચાલતી કાવ્યસંપદા શ્રેણી અંતર્ગત કાવ્યપઠનના કાર્યક્રમો યોજાય છે. આપણું આંગણું બ્લૉગ અને કવિશા હૉલિડેના સહયોગથી આયોજિત આગામી મણકામાં ૩૦ ઑગસ્ટે સાંજે ૬.૩૦ વાગ્યે સુરતના કવિ ગૌરાંગ ઠાકર અને બીલીમોરાના કવયિત્રી હર્ષવી પટેલ કાવ્યપઠન કરશે.
આ પ્રસંગે `તમને ગઝલ તો કહેવી છે' અને `તારી ન હો એ વાતો' ગઝલ સંગ્રહનું વિમોચન કરવામાં આવશે. કાવ્યગાન હિમાંશુ ઠાકરનું અને સંયોજન હિતેન-મુકેશનું છે. સ્થળઃ એસ. પી. જૈન સભાગૃહ, ભવન્સ કૅમ્પસ, અંધેરી (પશ્ચિમ).