
મોડાસા એકડા દશા ખડાયતા સમાજ મુંબઈ દ્વારા સંચાલિત શ્રી સોમાલાલ પી શાહ નારી જાગૃતિ ફંડ અને પ્રમુખશ્રી તુષારભાઈ રમણલાલ કોઠારીના નેજા હેઠળ નારી જાગૃતિ પ્રોગ્રામનું આયોજન તારીખ ૨૩ માર્ચ ૨૦૨૫ ને રવિવારના રોજ સાંજે ૪.૩૦ કલાકે ખડાયતા ભુવન, હનુમાન મંદિર રોડ, પાર્લા, મુંબઈમાં આયોજન કરવામાં આવ્યું છે.
પહેલા ભાગમાં દરેકના વ્યવસાયની જાણકારી સાથે તેમનો પરિચય અને હાજર રહેલ સ્પીકર પાસેથી તેમની પોતાની અત્યાર સુધીની સફળતાની યાત્રા અને અનુભવ વિષે જાણકારી મેળવી હતી. આ નારી બિઝનેસને સફળતા અપાવવા માટે જ શાર્ક થીંક-પાર્ટ રનું આયોજન કરવામા આવેલ છે. આ બીજા પાર્ટમાં એક પગથિયું આગળ વધતાં વ્યવસાયમાં સફળતા તરફ પ્રયાણ કરવા માટે કઈ રીતે પ્રેક્ટિકલ વેમાં અનુકરણ કરી ફાઇનાન્સ, માર્ગદર્શન સાથે એક સફળ એન્ટરપ્રેન્યોર તરફની જર્નીની શરૂઆત કરવાની દિશામાં આગળ વધવાના નિશ્યય સાથે પ્રોગ્રામ કરાશે.
શાર્ક થિંક પાર્ટ - ૨ નારી શક્તિને વ્યવસાયમાં આગળ વધવા માટે જરૂરિયાત મુજબ પ્રોફેશનલના માર્ગદર્શન સાથે પ્રગતિના પંથ પર આગળ વધવા માટે શાર્ક ટેન્ક તેમને સપોર્ટ કરશે. જેમ કે કોઈને ફંડ, એક્સપર્ટની સલાહ, માર્ગદર્શન રૂપે પ્રોત્સાહન પૂરું પાડવા સાથે તેમની સાથે પાર્ટનરશીપ શક્યતા થઈ શકે એ માટેનું ઉત્તમ પ્લેટફોર્મ લઈને આવી રહ્યા છે. જેથી દરેક ઈચ્છુક મેમ્બર પોતાના વ્યવસાયને કોર્પોરેટ લેવલ પર વધારવા આગળ આવી પહેલ કરે એવા આશયથી સૌને આમંત્રણ છે. પ્રથમ વખત આપણે આ પ્રોગ્રામ youtube પર લાઈવ બતાવવાનું છે.
જેનો હેતુ એ જ છે કે સમાજની બહેનો જે પણ પ્રેઝન્ટેશન આપે, તે ઘરે બેસીને જોઈ શકે તેમજ એમની એક્ટિવિટી બાબતે દરેક સમાજના જ્ઞાતિબંધોને જાણ થાય અથવા માર્કેટિંગ થઈ શકે. અને પોતાનો અનુભવ તેમજ પોતાના બિઝનેસને પ્રમોશન આપવા માટેની રજૂઆત કરી શકે અને આ ટ્રસ્ટનું પ્લેટફોર્મ એમને ઉપયોગી થાય.