
કાંદીવલીમાં આ વર્ષે પણ મોદી પાર્કચા રાજા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ વર્ષે આ મંડળ ૨૫મું વર્ષ ગૌરવપૂર્વક ઊજવી રહ્યું છે. આ વર્ષે અહીં ગણેશમૂર્તિ ખાસ હૈદરાબાદમાંથી લાવવામાં આવી છે. જે મુંબઈમાં એકમાત્ર હૈદરાબાદ સ્ટાઇલ કૉન્સેપ્ટ મૂર્તિ છે. આ વર્ષના બાપ્પાની મૂર્તિની ઊંચાઈ ૧૪ ફૂટ છે. મૂર્તિના દાગીનામાં વપરાયેલા હીરા સ્વરોસ્કી ડાયમન્ડ્સ છે, જેમાંથી આશરે ૩૫-૪૦ ડાયમન્ડ્સ જડવામાં આવ્યા છે. ઉપરાંત દરરોજ આ સોસાયટીમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જે ભક્તો માટે વિશેષ આકર્ષણરૂપ હોય છે.