Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



મુંબઈ મહાનગરમાં ૨૧૩ વર્ષના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત નિકળશે છ’રીપાલિત સંઘ

13 November, 2025 11:55 IST | Mumbai

મુંબઈ મહાનગરમાં ૨૧૩ વર્ષના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત નિકળશે છ’રીપાલિત સંઘ

મુંબઈ મહાનગરમાં ૨૧૩ વર્ષના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત શ્રી એવર સાઈન પેરેડાઈઝ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ કાંદીવલી અને મુંબઈ મહાનગરના રાજા શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ દાદા મલાડથી શ્રી ગોડીજી પાર્શ્વનાથ દાદા પાયધુનિ તીર્થના છ’રીપાલિત મહા સંઘનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પરમ પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી વજ્રસેન વિજયજી મસા અને પરમ પૂજ્ય આચાર્યશ્રી હેમપ્રભ સૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પરમ પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી હર્ષ કીર્તિ વિજયજી મ.સા., પરમ પૂજ્ય મુનિરાજ શ્રી હેમહર્ષ વિજયજી મ.સા. તેમજ મુનિરાજ શ્રી હેમ કીર્તિ વિજયજી મ.સા. આદિઠાણાની પુનિત પાવન નિશ્રામાં માગસર સુદ એકમ શુક્રવાર તારીખ ૨૧ નવેમ્બર ૨૦૨૫ના રોજ છ’રીપાલિત સંઘનું મંગલ પ્રયાણ થશે અને માગસર સુદ ત્રીજ રવિવાર તારીખ ૨૩ નવેમ્બરના રોજ પાયધુનિ તીર્થના આંગણે મંગલ પ્રવેશ બાદ સંઘવી માતૃશ્રી પુષ્પાબેન કેશવજી ભારમલ સુમરીયા પરિવારને સંઘમાળા પરિધાન કરાવવામાં આવશે. જૈન શાસનમાં શ્રી ગોડીજી પાર્શ્વનાથ દાદાનો મહિમા ખૂબ જ અદભુત અને અપરંપાર અવર્ણનીય છે ત્યારે દાદાના ધામમાં છ’રીપાલિત સંઘનું આયોજન કરવાનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે. પૂજ્ય સાધુ ભગવંતો ઉપરાંત સાધ્વીજી શ્રી પદ્મ દર્શનાશ્રીજી મ.સા., શ્રી પદ્મરેખાશ્રીજી મ.સા. આદીઠાણા મુંબઈ નગર પધારતા દાદર જ્ઞાનમંદિરમાં શ્રી શીતલનાથ દાદાની છત્રછાયામાં પ્રથમ ચાતુર્માસ સંપન્ન થયું આ દરમિયાન છ’રીપાલિત સંઘ કાઢવાનું બીજુ પણ થયું હતું જે કાંદીવલી જૈન સંઘથી ફળીભૂત થઈ રહ્યું છે. આ પ્રસંગે કારતક વદ અમાસ તારીખ ૨૦ નવેમ્બરના રોજ ગુરુદેવનો સામૈયા સાથે ભવ્ય પ્રવેશ અને પ્રવચન થશે. સંઘપતિને વિજય તિલક, શ્રીફળ અર્પણ અને લીલી ઝંડીનો ચડાવો થશે. યાત્રિકોને કીટ વિતરણ કરવામાં આવશે નવો ગ્રહ પાટલા પૂજન, શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ દાદાની સંધ્યા ભક્તિ અને વિશિષ્ટ આરતી સાથે દાદાનો સ્વર્ણિમ ઈતિહાસનું રસપાન શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ જિનાલય મલાડ ખાતે થશે. માગશર સુદ એકમ શુક્રવારે મલાડથી અંધેરી સુધી સંઘનું પ્રયાણ શરૂ થશે. ભક્તામર પાઠ અને ચૈત્ય વંદન ગુરુ માંગલિક સમૂહ સ્રાત્ર પૂજા વિશિષ્ટ ઔષધીઓ દ્વારા શકસ્તવ અભિષેક સામૂહિક એકાસણા પ્રવચન માતા-પિતાના ઉપકાર સ્મરણ માત પિતૃ વંદના સંધ્યા ભક્તિ વગેરે ચિત્રકૂટ ગ્રાઉન્ડ અંધેરી વેસ્ટ ખાતે યોજાશે. માગસર સુદ બીજના રોજ બીજો વિહાર અંધેરીથી વરલી સુધી થશે. વરલીના જાવોરી ગ્રાઉન્ડ ખાતે જાગરણ સામૂહિક પ્રતિક્રમણ ભક્તામર પાઠ સ્ત્રઆત્ર મહોત્સવ સામૂહિક એકાસણા સંઘપતિ બહુમાન સાથે મુંબઈ નગરના રાજાના ૮૦૦ વર્ષના ઇતિહાસ અને ૨૧૩ વર્ષના મુંબઈના ઇતિહાસની ઝાંખી કરાવવામાં આવશે અને સાથે શ્રી ગોડીજી પાર્શ્વનાથા દાદાના ભવ્યાતિભવ્ય વધામણા કરાશે. માગસર સુદ ત્રીજના રોજ ત્રીજા દિવસે વરલીથી પાયધુની ગોડીજી પાર્શ્વનાથ તીર્થમાં છ’રીપાલિત સંઘનો પ્રવેશ થશે. સવારે સંઘપતિને તીર્થમાળા આરોપણવિધિ શરૂ થશે તેમજ સામૈયા સાથે સામૂહિક દર્શન ચૈત્ય વંદન થશે. સંઘમાળા પહેરાવવાનો અદભુત અને અવર્ણનીય પ્રથમ વાર અવસર નિહાળવા મળશે.


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK