મુંબઈના મોડાસા એકડા દશા ખડાયતા સમાજ દ્વારા નવા વર્ષ નિમિતે 'સ્નેહ સંમેલન' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી હરિ.....શ્રીમતી મણીબેન કાન્તીલાલ છોટાલાલ શાહ પરિવાર નૂતનવર્ષ સ્નેહ સંમેલન ફંડના નેજા હેઠળ પ્રમુખશ્રી અજયભાઈ ડાયાલાલ શાહના પ્રમુખપદે પૂજ્ય વડીલોના અંતઃકરણથી આશીર્વાદ મેળવવા અને એકબીજાને નવા વર્ષની શુભકામનાઓની આપ-લે કરવાના હેતુથી તા.૨૬-૧૦-૨૦૨પ ને રવિવાર રોજ જમનાદાસ અડુકીયા સ્કૂલ, બાલિકા વિદ્યાલય માર્ગ, શાન્તીલાલ મોદી રોડ, રામગલી, કાંદિવલી (વેસ્ટ), મુંબઈ-૬૭. ખાતે સાંજે ૫-૦૦ કલાકે નૂતનવર્ષ સ્નેહ સંમેલન રાખવામાં આવેલ છે. દીપ પ્રજ્વલન બાદ મંગલાચરણ થશે. ત્યારબાદ સ્વાગત સમારોહ થશે. આ કાર્યક્રમમાં જ્ઞાતિ ગૌરવ સન્માન, તેજસ્વી તારલાઓનું સન્માન તેમ જ નવા આવેલ ચંદ્રકની જાહેરાત પણ થનાર છે. રાત્રે આઠ કલાકે ભોજનની પણ વ્યવસ્થા કરેલી છે. આ વખતે સેલ્ફી પોઈન્ટનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે.


