
મહારાષ્ટ્ર રાજ્ય હિન્દી, સિંધી, ગુજરાતી, સંસ્કૃત, તેલુગુ, બંગાલી, ગોરબંજારા સાહિત્ય અકાદમી દ્વારા મંત્રી શ્રી આશિષ શેલારજીના માર્ગદર્શન હેઠળ સરસ કાર્યકર્મો થતા રહે છે. બુધવાર તારીખ ૮મી ઓક્ટોબર ૨૦૨૫ના રોજ દિગ્ગજ હિન્દી સાહિત્યકાર મુન્શી પ્રેમચંદની પુણ્યતિથિના સ્મરણઅંજલિનો યાદગાર કાર્યક્રમ 'અનેક ભાષા, એક રંગ' વેદા કુંબા થિયેટર, અંધેરી ખાતે યોજાઈ ગયો.
ભાષા અને સાહિત્યના આદાન - પ્રદાન અનુલક્ષીને પ્રેમચંદજીના આઠ નાટકોનું કુલ છ ભાષામાં પ્રસ્તુતિ થઇ. હિન્દીમાં બડે ઘરકી બેટી, ખૌફ ઍ રુસવાઈ અને ગૃહ નીતિની રજૂઆત થઇ. સંસ્કૃતમાં પુષ કી રાત, સિંધીમાં મેરી પહલી રચના, તેલુગુમાં કફન અને બંગાળીમાં માસુમ બચ્ચાની પ્રસ્તુતિ થઇ.
નાટક ભજવનારા કલાકારની માતૃભાષા અલગ હતી એ ખાસ નોંધનીય વાત. દિગ્દર્શક હતા મુજીબ ખાન અને કલાકાર તરીકે ચેતન ગૌડા, શાલિની સનીલ, કાર્તિક પોથારા, રસિકા ખિરવાડકર, પૂનમ સિંયાલ, અંબાલા જનાર્દન, લીના યાદવ, શહનશાહ નસીન, વરુણ મહૅરા, સંદીપ ભટ્ટાચાર્ય, અજોય ગિરી, સાહિલ માધવાની, રમેશ ચૌવાલ, રાજુ દસારી, શંકર ચાનાગિરી, તેજસ પારેખ, ગીત દેશમુખ, યુક્તાર્થ શ્રીવાસ્તવ ઔર અક્ષય, ટાઇગરે ભાગ લીધો.
સાંસ્કૃતિક ખાતાના સચિવ સચિન નિમ્બાલકરજીએ સૌ મહાનુભાવોને શાલ ઓઢાડી યથોચિત સન્માન કર્યું. મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના સન્માનનીય સદસ્ય નિરંજન પંડયા હાજર રહ્યા. હિન્દી અકાદમીના માજી સદસ્ય જયેશ જોશી, તેલુગુ અકાદમીના માજી સદસ્ય અશોક કુન્ટે, સિંધી અકાદમીના માજી સદસ્ય દીપક ચાંદવાણી પણ આવ્યા હતા.
(આલેખન : નિરંજન પંડ્યા)