ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરી દ્વારા આયોજિત પુસ્તક 'નાટ્યરંગોત્સવ' ( લેખક સતીશ વ્યાસ)નું 30 મે 2026 (શનિવાર)ના રોજ સાંજે 6:00 વાગે એસ. પી. જૈન ઓડિટોરિયમ, ભવન્સ કેમ્પસ, અંધેરી ખાતે યોજાશે. રંગભૂમિના ઇતિહાસ વિશેની નોંધો ધરાવતા આ પુસ્તકનું લોકાર્પણ જાણીતા નાટ્યલેખક પ્રવીણ સોલંકી કરશે તથા સંગીતકાર-લેખક સ્નેહલ મુઝુમદાર અતિથિવિશેષ તરીકે હાજરી આપશે. આ પ્રસંગે વિકાસ ઘનશ્યામ નાયક અને શાહ કેયુરી શાહ ભવાઈનો અંશ રજૂ કરશે. ડૉક્ટર પ્રીતિ જરીવાલા એકોક્તિ રજૂ કરશે. ચિરાગ વોરા, રમાકાંત ભગત, નિલેશ જોશી તથા ભક્તિ રાઠોડ અને મીનળ પટેલ વાચીકમ્ (વાચિક અભિનય) રજૂ કરશે. અભિનેત્રી ભક્તિ રાઠોડ સર્જક સાથે સંવાદમાં સતીશ વ્યાસ સાથે ગોષ્ઠિ કરશે. અમી શાહ, રાજુલ દિવાન, મંજરી અને સ્નેહલ મુઝુમદાર, તુષાર ભૂતા(ડફલી) તથાસુરેશ રાજડા અને મીનળ પટેલ જૂની રંગભૂમિનાં ગીતોની ઝલક રજૂ કરશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંજય પંડ્યા કરશે તથા આભાર દર્શન શ્રીમતી લીના વ્યાસ કરશે. સમગ્ર કાર્યક્રમ ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરી અને ભીખુભાઈ ચિતલિયાના સહકારથી યોજાઈ રહ્યો છે.
