
શ્રી લોહાણા સમાજ, નવી મુંબઈ દ્વારા માવતર મેળાવડા શ્રેણી અંતર્ગત નિયમિતપણે સાહિત્યિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ઑગસ્ટ મહિનામાં વૈશ્વિક સ્તરે ઉજવાતા વિશ્વ ગુજરાતી દિવસને અનુલક્ષીને `ગમતાંનો કરીએ ગુલાલ' શીર્ષક હેઠળ કવિતા અને એકોક્તિની રજૂઆત ખ્યાતનામ કલાકારો દ્વારા કરવામાં આવશે.
ગુજરાતી ભાષાના અગ્રણી હરોળનાં કવિ-કલાકાર મુકેશ જોષી, સનત વ્યાસ, સેજલ પોન્દા, સુરેશ ઝવેરી અને ડિમ્પલ આનંદપરા દ્વારા આગવી માણવાલાયક પ્રસ્તુતિ કરશે.
આયોજન માટે નાણાકીય વિષયકના સલાહકાર હાર્દિક નાયકનો સહયોગ સાંપડ્યો છે. કાર્યક્રમ રવિવાર તા. ૧૭ ઑગસ્ટે સાંજે ૪.૩૦ વાગ્યે લોહાણાભવન સભાગૃહ, સેક્ટર-૧૦, કોપર ખૈરણે, નવી મુંબઈ સ્થાનકે યોજાશે. પ્રવેશ નિ:શુલ્ક અને બેઠક વ્યવસ્થા વહેલાં તે પહેલાંનાં ધોરણે છે.
શ્રી લોહાણા સમાજ નવી મુંબઈ - માવતર મેળાવડો સમિતિ વતી હિંમત સોમૈયા, દિલીપ ઠક્કર અને રવિન્દ્ર પલણ દ્વારા સાહિત્યરસિકોને ભાવભર્યું આમંત્રણ છે.