‘ખેલૈયા’ (Khelaiya) અને ‘એવા મુંબઈમાં ચાલ જઈએ’ (Eva Mumbai Ma Chaal Jaiye) જેવા અદ્ભુત નાટકોની રચના કરનાર કવિ અને લેખક ચંદ્રકાંત શાહ (Chandrakant Shah) ઉર્ફ ચંદુ શાહનું અવસાન ૪ નવેમ્બરના રોજ અવસાન થયું હતું. તેઓ કેન્સરથી પીડિત હતા અને છેલ્લા ઘણા સમયથી ગંભીર રીતે બીમાર હતા. સ્વ. ચંદ્રકાંત શાહની આજે મુંબઈમાં પ્રાર્થનાસભા રાખવામાં આવી છે. ઇસ્કોનના મંડપમ હૉલ ખાતે સાંજે ૫.૩૦થી ૭.૩૦ પ્રાર્થનાસભા રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ચંદ્રકાંત શાહે સૌ પ્રથમ ફેન્ટેસ્ટિક્સ નામનું મ્યૂઝિકલ ગુજરાતીમાં લખેલું જેનું નામ ‘ખેલૈયા’ રાખ્યું, જેના ગીતો અને નાટક બંને તેમણે લખેલા. આ એક અવિસ્મરણીય રચના હતી.‘અવાંતર’ નામ સાથે એક થિયેટર ગ્રુપ શરૂ થયું હતું, જેમાં પરેશ રાવલ, ફિરોઝ અબ્બાસ ખાન, ચંદ્રકાંત શાહ અને મહેન્દ્ર જોશી તેના ડિરેક્ટર હતા.