ત્રણ વર્ષની એક વાઘણને ઇન્ડિયન ઍર ફોર્સના હેલિકૉપ્ટર દ્વારા ઍરલિફ્ટ કરવામાં આવી હતી
PN224 નામની અને ૧૩૫ કિલો વજનની આ વાઘણને પ્રોટોકૉલ મુજબ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે
રવિવારે મધ્ય પ્રદેશના પેન્ચ ટાઇગર રિઝર્વમાંથી ત્રણ વર્ષની એક વાઘણને ઇન્ડિયન ઍર ફોર્સના હેલિકૉપ્ટર દ્વારા ઍરલિફ્ટ કરવામાં આવી હતી અને રાજસ્થાનના રામગઢ વિશધારી ટાઇગર રિઝર્વમાં લઈ જવામાં આવી હતી. PN224 નામની અને ૧૩૫ કિલો વજનની આ વાઘણને પ્રોટોકૉલ મુજબ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે અને પછી એને જંગલમાં છોડવામાં આવશે.
આ ઑપરેશનને નૅશનલ ટાઇગર કન્ઝર્વેશન ઑથોરિટી (NTCA) દ્વારા મંજૂર કરાયેલા ભવિષ્યના આંતર-રાજ્ય વાઘ સ્થાનાંતરણ માટેના સૅમ્પલ તરીકે જોવામાં આવી રહ્યું છે. વાઘના વ્યાપક સંરક્ષણ માટેના પ્રયાસના ભાગરૂપે NTCAએ મધ્ય પ્રદેશથી રાજસ્થાન, છત્તીસગઢ અને ઓડિશામાં ૧૫ વાઘના સ્થાનાંતરણને મંજૂરી આપી છે.


