ગુજરાતી સાહિત્યના પ્રચાર-પ્રસાર માટે કાર્યરત મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા શનિવાર ૧૫ નવેમ્બરે બે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કેઈએસ ગુજરાતી ભાષા ભવનના સહયોગમાં સવારે ૮.૦૦થી ૧૧.૦૦ દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલય, સુભાષ લૅન, કાંદિવલી (વેસ્ટ) ખાતે `પ્રૂફ રીડિંગ અને શુદ્ધ લેખન કાર્યશાળા' યોજાશે. તેમાં મૂળાક્ષર, સ્વર-વ્યંજન, જોડણીપરિચય, અનુસ્વાર, સમાસરચના, સંધિ વગેરે વિશે પ્રશિક્ષક તરીકે સેજલ શાહ અને સતીશ વ્યાસ સમજૂતી આપશે. સંયોજક સંજય પંડ્યા છે.
બીજો કાર્યક્રમ `ગમતાંનો કરીએ ગુલાલ' અસ્પી ચેરિટેબલ ટ્રસ્ટ અને શકિલમ ફાઉન્ડેશનના સહયોગમાં સાંજે ૭.૩૦ વાગ્યે અસ્પી નૂતન એકેડેમી સ્કૂલ, માર્વે રોડ, મલાડ (વેસ્ટ) ખાતે યોજાશે. મહારાષ્ટ્રનાં પંદરથી વધુ શહેરોમાં સફળતાપૂર્વક ભજવાયેલા આ પ્રયોગમાં કવિતા, કાવ્યસંગીત અને એકોક્તિનો સમાવેશ થાય છે. કલાકાર રાજુલ દીવાન, વૈશાલી ત્રિવેદી, પ્રફુલ્લ પંડ્યા, દિગંત મેવાડા, શનાયા હાર્દિક શાહ, રાઘવ દવે અને વશિષ્ઠ દવે તેમાં ભાગ લેશે. સંચાલન મુકેશ જોષીનું છે. બંને કાર્યક્રમમાં પ્રવેશ નિઃશુલ્ક છે. અકાદમી સંપર્કઃ ૨૨૬૭ ૨૫૩૯.


