
મુંબઈની જૂનામાં જૂની સાહિત્ય અને સંશોધનની સંસ્થા એટલે ફાર્બસ ગુજરાતી સભા. જેની સ્થાપના ૧૮૬૫માં થઇ, ત્યારથી લઇ આજ સુધી સાહિત્યના જતન-સંવર્ધન માટે કાર્યરત છે. આ સભાના વર્તમાન સમયમાં પ્રમુખ નવીનભાઈ દવે છે અને ટ્રસ્ટીઓ તરીકે મધુકર પારેખ, સિતાંશુ યશશ્ચંદ્ર, દીપક મહેતા, પ્રબોધ પરીખ અને સેક્રેટરી તરીકે સેજલ શાહ કાર્યરત છે. વર્તમાન સમયમાં સાહિત્યની વિભાવના, સિધ્ધાંત અંગે જયારે ઓછું કાર્ય થઇ રહ્યું છે ત્યારે એ દિશામાં ફાર્બસ ગુજરાતી સભાના ‘વ્યાપન સંવાદ’ આયોજનનું આગવું મહત્ત્વ છે.
'વ્યાપન સંવાદ - ૩-માં પ્રખ્યાત ફિલ્મકાર અને લેખક : સંજય છેલ, ફિલ્મ અને સાહિત્યનો અનુબંધ : એક મંથન શુક્રવાર, તારીખ ૧૯ સપ્ટેમ્બરના રોજ વાત કરશે. લેકચરનો સમય સાંજે ૪.૧૫ થી ૬.૦૦ સુધી રહેશે. વક્તાનો પરિચય ડો. અભય દોશી કરાવશે. આપણા સમયની સાહિત્યિક ગોષ્ઠિ, આપણી સાહિત્યક સમજણના આ સંવાદમાં અને મુંબઈની મંડળીની અનોખી પહેલમાં સહુને આમંત્રણ છે. સહભાગી સાહિત્યિક રસિકો ચર્ચક તરીકે જોડાશે. સ્થળ : ફાર્બસ ગુજરાતી સભા, ત્રીજે માળે, કીર્તન કેન્દ્ર. ઉત્પલ સંઘવી સ્કુલની સામે, સંત જ્ઞાનેશ્વર માર્ગ, જૂહુ, વિલેપાર્લે (વેસ્ટ), મુંબઈ – ૪૦૦ ૦૪૯, ફોન નંબર : શ્રી રાજેશભાઈ દોશી ૮૩૬૯૭૯૫૭૯૩.