ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરી દ્વારા ટહુકો ફાઉન્ડેશન અને આપણું આંગણું બ્લૉગના સંયુક્ત ઉપક્રમે `શબ્દની આંખે સૂરની પાંખે' કાર્યક્રમનું આયોજન ૧૪ ડિસેમ્બરે સાંજે ૬.૩૦ વાગ્યે કરવામાં આવ્યું છે. કાવ્યસંપદા શ્રેણી અંતર્ગત આ કાર્યક્રમમાં અમેરિકાસ્થિત ગાયિકા હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટ અને અમદાવાદના સ્વરકાર જન્મેજય વૈદ્ય દ્વારા કાવ્યસંગીતની પ્રસ્તુતિ કરવામાં આવશે. વાદ્યસંગત હિમાંશુ ઠાકર અને મનજિત સિંગની છે. કવિ નીલેશ રાણા અને સુરેશ ઝવેરી કાવ્યપઠન કરશે. સંચાલન હિતેન આનંદપરાનું છે. સ્થળઃ એસ. પી. જૈન સભાગૃહ, ભવન્સ કૅમ્પસ, અંધેરી (પશ્ચિમ).


